Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 થી 28 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેશે:ખેડૂતો, એફપીઓ અને સહકારી સંસ્થાઓને લાભ મળશે

    1 day ago

    પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે તેલીબિયાં પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા રૂ.9.90 લાખ સુધીની સહાય યોજના માટે આઈ-ખેડૂત પર અરજી શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો લાભ લેવા નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ અંતર્ગત 24 થી 28 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. ભારત સરકારની નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ-ઓઈલસીડ યોજના હેઠળ વર્ષ 2026-27ના વર્ષ માટે પોસ્ટ હાર્વેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ ઘટક હેઠળ પાત્ર લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર તા. 24/09/2026 થી તા. 28/09/2026 સુધી કુલ 5 દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, તેલીબિયાં પાકોના પ્રોસેસિંગ માટેની મશીનરી અને ઓઈલ એક્સ્ટ્રેક્શન યુનિટ સ્થાપવા માટે 10 ટનની ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ ખર્ચના 33 ટકા અથવા મહત્તમ રૂ. 9,90,000/-, બે માંથી જે ઓછું હોય તે રકમ સહાય પેટે મળવાપાત્ર થશે. આ ઘટક હેઠળ સહાય માત્ર મશીનરી અને ઓઈલ એક્સ્ટ્રેક્શન યુનિટ માટે જ અપાશે, જેમાં જમીન કે બાંધકામના ખર્ચનો સમાવેશ થશે નહીં. આ યોજનાનો લાભ ખાતેદાર ખેડૂતો, FPOs અને સહકારી મંડળીઓને આજીવન એક વખત મળવાપાત્ર રહેશે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના બજારમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:રૂ.20ની ડુંગળી રૂ.80એ પહોંચી,અન્ય રાજ્યોમાં નિકાસ વધતાં સ્થાનિક બજારમાં પુરવઠો ઘટ્યો
    Next Article
    આજે વિશ્વ પ્રવાસન દિવસ:વઢવાણને હેરિટેજ શહેર તરીકે વિકસાવવા 35 કરોડની યોજના ધોળીપોળ ગેટ, હવામહેલ, ઝાલાવાડ મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment