Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના બજારમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું:રૂ.20ની ડુંગળી રૂ.80એ પહોંચી,અન્ય રાજ્યોમાં નિકાસ વધતાં સ્થાનિક બજારમાં પુરવઠો ઘટ્યો

    1 day ago

    પોરબંદરની શાકભાજી બજારમાં ડુંગળી ખરીદવા પહોંચતા ગ્રાહકોને સીધો જ ભાવનો ઝટકો લાગી રહ્યો છે. થોડા સમય પહેલાં રૂ.20 પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળીનો ભાવ હાલ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એટલે કે, ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. બજારમાં ડુંગળી ખરીદતા ગ્રાહકો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતુંકે, રોજિંદા ભોજનમાં ડુંગળીનો ઉપયોગ થતો હોવાથી તેને સંપૂર્ણપણે ટાળી શકાય તેમ નથી. પરંતુ રૂ.80 કિલોના ભાવે ખરીદી કરતાં શાકભાજીના સાપ્તાહિક બજેટમાં સીધી અસર પડી રહી છે. કેટલાક ગ્રાહકો હવે જરૂરિયાત પૂરતી જ ડુંગળી ખરીદી રહ્યા છે. બીજી તરફ શાકભાજીના વેપારી જય ઠકરારના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વરસાદની અછતને કારણે ડુંગળીની આવક પર અસર પડી છે. ઉપરાંત અન્ય રાજ્યોમાં ડુંગળીનો જથ્થો વધુ પ્રમાણમાં મોકલાતો હોવાથી પોરબંદરની સ્થાનિક બજારમાં આવતો પુરવઠો ઘટ્યો છે. માંગની સામે આવક ઓછી રહેતાં ભાવમાં વધારો થયો છે. વેપારીઓના મતે નવી આવક વધશે અને સ્થાનિક બજારમાં જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે ત્યારે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. હાલ જોકે ડુંગળીનો ભાવ સામાન્ય પરિવારના રસોડાના બજેટમાં સૌથી વધુ અસર કરનારા શાકભાજીમાં સામેલ થયો છે. લસણ પણ મોંઘું, રૂ.300 કિલોએ પહોંચ્યું‎ પોરબંદરની બજારમાં ડુંગળી સાથે લસણના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ લસણનો ભાવ રૂ.240થી રૂ.300 પ્રતિ કિલો સુધી છે. રોજિંદા રસોઈમાં ઉપયોગમાં લેવાતા બંને મુખ્ય ચીજના ભાવ વધતાં સામાન્ય પરિવારના રસોડાના બજેટ પર અસર પડી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ ડુંગળી-લસણની ખરીદીમાં જ અગાઉની સરખામણીએ નોંધપાત્ર વધુ ખર્ચ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દંડ નહીં, સીધો કોર્ટ કેસ:103 વાહન ચાલકો સામે પોલીસનું કડક એક્શન
    Next Article
    24 થી 28 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેશે:ખેડૂતો, એફપીઓ અને સહકારી સંસ્થાઓને લાભ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment