Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ:વડોદરાની હોસ્ટેલમાં પાણી ઘૂસતા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ; નવસારીમાં 160 રસ્તા બંધ, આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં ‘રેડ એલર્ટ’

    1 day ago

    શુક્રવારે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં ભારે વરસાદ સમયે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકોનો બચાવ થયો હતો. બીજી તરફ, પૂર અને નદીઓ બે કાંઠે થતાં લોકોના ફસાવાની પણ ઘટના સામે આવી હતી, જેમાં છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાં ફસાયેલા યુવક અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. સુરતમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતાં અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. હવામાન વિભાગે 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે (1 ઓગસ્ટ) અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર-જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના દેવ ડેમના 6 દરવાજા 1.5 મીટર ખોલાયા વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા હતા. અમદાવાદમાં પણ ‘રેડ એલર્ટ’ વચ્ચે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અમરેલીના રાયડી ડેમનો 1 દરવાજો 3 ઈંચ સુધી ખોલવામાં આવ્યો હતો. પંચમહાલ જિલ્લાના દેવ ડેમના 6 દરવાજા 1.5 મીટર સુધી ખોલી દેવાયા હતા. નવસારીમાં સતત ત્રીજી વાર પૂરનો કહેર, 160 રસ્તાઓ બંધ અને 1 લાખથી વધુ લોકો પ્રભાવિત ઉપરવાસ અને નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂર્ણા નદીની સપાટી 28થી 29 ફૂટ સુધી પહોંચતાં ગધેવાન, કાલીયાવાડી, કાછિયાવાડી અને શાંતાદેવી રોડ સહિત નવસારી શહેરનો 30%થી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. મોસમી સિઝનમાં સતત ત્રીજી વાર પૂર આવવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, વેપાર-રોજગાર ઠપ થઈ ગયા છે અને સતત બંધ રહેતી શાળાઓને કારણે શિક્ષણકાર્ય ખોરવાતાં સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પંચાયત હસ્તકના 160 રસ્તા બંધ, વાહનવ્યવહાર ઠપ સમગ્ર જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાંથી એકલા શહેરમાંથી જ 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અતિવૃષ્ટિના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના કુલ 160 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં 155 રસ્તાઓ પર પાણી ફરી વળવાથી અને 4 રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થયા છે. સૌથી વધુ અસર વાંસદા તાલુકામાં જોવા મળી છે જ્યાં 53 રસ્તાઓ બંધ છે, જ્યારે ગણદેવીમાં 33, ચીખલીમાં 32, નવસારીમાં 20, જલાલપોરમાં 18 અને ખેરગામમાં 4 રસ્તા બંધ થયા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    MPમાં 4 દિવસની દીકરીને માતાએ બ્લુ ડ્રમમાં ડુબાડીને મારી નાખી:માતાએ કહ્યું-દીકરો જોઈતો હતો, પણ બીજી દીકરી આવી, ચિંતા હતી ભરણપોષણ કેવી રીતે થશે; ધરપકડ
    Next Article
    સૂતેલી માતાનું ગળું દબાવી દીકરાએ ગળાફાંસો ખાધો:સુરતમાં શેરબજારમાં 40 લાખનું દેવું થતાં પાટીદાર યુવક હેવાન બન્યો, 6 મહિનાની ઉંમરે દિયરના છોકરાને દત્તક લીધો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment