Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં 24 તાલુકામાં 10 મિમી સુધીનો વરસાદ:1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી; રાજ્યમાં 14% ઓછો વરસાદ વરસ્યો

    14 hours ago

    છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં 1 મિમીથી લઈને 10 મિમી સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી-વલસાડમાં વધુ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ (1થી 7 સપ્ટેમ્બર) દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દિવસો દરમિયાન કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ રહ્યું છે. સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 14% ઓછો ચોમાસાની વર્તમાન પરિસ્થિતિ અંગે હવામાન વિભાગે જણાવ્યુ કે, 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ સામાન્ય કરતાં 14% ઓછો નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં 35%ની ઘટ જોવા મળી છે. અમદાવાદમાં અત્યાર સુધી 595.3 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય કરતાં 3% ઓછો છે. 1થી 4 સપ્ટેમ્બરની આગાહી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 અને 6 સપ્ટેમ્બરે હળવા વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. 7 સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સક્રિય વરસાદી સિસ્ટમ હાલમાં ગંગેટિક વેસ્ટ બંગાળ અને ઉત્તર ઓડિશાના આસપાસના વિસ્તારમાં વેલ-માર્ક્ડ લો-પ્રેશર એરિયા સક્રિય છે. તેની સાથેનું સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. ગુજરાતથી આ સિસ્ટમ તરફ ટ્રફ પણ સક્રિય છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:રૂ.3 લાખ પડાવી વેપારી સાથે લગ્ન કરાર કર્યા; 25મા દિવસે કન્યા દાગીના-દસ્તાવેજ લઇ નાગપુર નાસી ગઈ
    Next Article
    સાંતલપુરના વૌવામાં હિંસક પ્રાણીના હુમલા બાદ સ્થાનિકોમાં ફફડાટ:દિવસ-રાત બંદૂક-ધારીયા, લાકડી-ધોકા સાથે 200 લોકોની પહેરેદારી; ફોરેસ્ટનું રાત્રે સર્ચ અને દિવસે ડ્રોન સર્વેલન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment