Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:રૂ.3 લાખ પડાવી વેપારી સાથે લગ્ન કરાર કર્યા; 25મા દિવસે કન્યા દાગીના-દસ્તાવેજ લઇ નાગપુર નાસી ગઈ

    19 hours ago

    રાજકોટમાં લગ્ન માટે યુવતી શોધી રહેલા વેપારીને ચાર શખ્સે એવી રીતે ફસાવ્યો કે લગ્ન તો ન થયા, પરંતુ રૂ.3 લાખ રોકડા ઉપરાંત સોનાનો દાણો, ચાંદીના સાંકળા અને મહત્ત્વના દસ્તાવેજો પણ ગુમાવવાનો વારો આવ્યો. યુવતી લગ્નના બહાને વેપારીના ઘરે થોડા દિવસ રોકાઈ હતી અને બાદમાં વતન નાગપુર જવાનું કહી નીકળી ગયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે ચાર સામે છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવમાં અંબાજી કડવા પ્લોટ, વ્રજધામ એપાર્ટમેન્ટમાં રહેતા અને વેપાર કરતા અર્જુનભાઈ મુકેશભાઈ મહેતા(ઉ.વ.35)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કમલેશ ભટ્ટી, પ્રવિણા, મંગલા દત્તાત્રેય હરિનખેડે(રહે. નાગપુર, મહારાષ્ટ્ર) અને મંગલાના માસી નેહા વામજાના નામ આપ્યા છે. ફરિયાદ મુજબ, અર્જુનભાઈના અગાઉ છૂટાછેડા થયા હોવાથી તેઓ ફરી લગ્ન કરવા માગતા હતા. આ દરમિયાન સગાં સંબંધીએ કનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. કનુભાઈએ પ્રવિણાનો સંપર્ક કરાવ્યો અને પ્રવિણા અલગ-અલગ યુવતીઓના ફોટા-વિગતો મોકલતી હતી. તેમાંથી મંગલાની પસંદગી થતાં 3 ફેબ્રુઆરીએ મંગલા, કમલેશ, પ્રવિણા અને નેહા વામજા રાજકોટ આવ્યા હતા. લગ્નની વાતચીત દરમિયાન કમલેશએ મંગલાના માતા-પિતા ન હોવાનું કહી તેની માસીને રૂ.3 લાખ આપવાના રહેશે તેમ જણાવ્યું હતું. 5 ફેબ્રુઆરીએ કોર્ટ મેરેજ માટે ગયા, પરંતુ દસ્તાવેજ અધૂરા હોવાથી લગ્ન થઈ શક્યા નહોતા. બાદમાં વકીલની ઓફિસે લગ્નનો સમજૂતી કરાર કરાયો હતો. ત્યારબાદ અર્જુનભાઈએ કારમાંથી રૂ.3 લાખ કાઢી આ કમલેશને આપ્યા હતા. મંગલા થોડા દિવસ રાજકોટમાં રહી અને દસ્તાવેજ લેવા નાગપુર જવાનું કહી 6 મેના રોજ નીકળી ગઈ હતી. ત્યારબાદ તેનો ફોન બંધ આવવા લાગ્યો. અર્જુનભાઈએ કબાટ તપાસતાં છૂટાછેડાના દસ્તાવેજો, લગ્નનો કરાર તથા આપેલા સોનાના દાણો અને ચાંદીના સાંકળા પણ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આથી યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માલવિયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં 1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી:અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 14% ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 35%ની ઘટ
    Next Article
    24 કલાકમાં 24 તાલુકામાં 10 મિમી સુધીનો વરસાદ:1થી 7 સપ્ટેમ્બર હળવાથી મધ્યમ વરસાદની આગાહી; રાજ્યમાં 14% ઓછો વરસાદ વરસ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment