Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલ માવઠાની ઘાત ટળી, હવે ગરમી અકળાવશે:24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, બે દિવસથી રાજકોટમાં સૌથી ગરમ

    5 days ago

    રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે. ત્રણ દિવસ કમોસમી વરસાદ થયા બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં ફરી વધારો નોંધાશે. આવતીકાલથી રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ગરમીમાં પણ વધારો નોંધાશે. અત્યારે પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પરંતુ તેની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશેઃ હવામાન હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાન છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35.8 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 35.7 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 33.7 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 35.3 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.1 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 28 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 3.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 33.2 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 30.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 33.3 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન:બે કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ; નોટિસ વગર કાયદેસર દુકાનો તોડ્યાનો આક્ષેપ
    Next Article
    મોરબીમાં રબારી-ભરવાડ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:શિક્ષણ, સંગઠન અને રાજકારણ પર આગેવાનોનો ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment