Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન:બે કલાકમાં 2 ઘર, 14 દુકાન અને 7 ઓરડી તોડી પડાઈ; નોટિસ વગર કાયદેસર દુકાનો તોડ્યાનો આક્ષેપ

    5 days ago

    ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે 23 માર્ચની સવારથી અચાનક પાંચ અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. હાલમાં ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. સવારે 8થી 10 વાગ્યા સુધીમાં એક મહિલા બુટલેગર સહિત બેના ઘર, તેમજ ગેરકાયદેસર બાંધકામ ધરાવતી 14 દુકાન અને 7 ઓરડી તોડી પાડવામાં આવી છે અને કામગારી હજુ પણ ચાલી રહી છે. આરોપીઓમાં ચાર મહિલા બુટલેગર અને એક પુરુષ છે જે શરીર સંબધિત ગુનાનો આરોપી છે. આ લોકોના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન 1. અંજનાબેન પંકજભાઈ રાઠોડ 2. મીનાબેન રાકેશભાઈ રાઠોડ 3. પ્રીતિબેન આરજુભાઈ 4. હિરલબેન નિમેષભાઈ પરમાર 5. મોહમ્મદ ઝુબેર જાહીદભાઈ શેખ
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઘટાડો:72,700 પર ટ્રેડિંગ, નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યો; બેંકિંગ અને ઓટો શેર્સમાં વધુ વેચવાલી
    Next Article
    હાલ માવઠાની ઘાત ટળી, હવે ગરમી અકળાવશે:24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, બે દિવસથી રાજકોટમાં સૌથી ગરમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment