Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રબારી-ભરવાડ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:શિક્ષણ, સંગઠન અને રાજકારણ પર આગેવાનોનો ભાર

    5 days ago

    મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ મજબૂત કરવા માટે મચ્છુ માતાજીના મંદિરે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં સમાજ શિક્ષણ, સંગઠન અને રાજકારણમાં આગળ વધે અને વધુ મજબૂત બને તે વાત પર આગેવાનોએ ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં સમાજના વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે. 'એકલા ચાલવા કરતાં સાથે મળીને ચાલવાથી વધુ દૂર અને મજબૂતીથી પહોંચી શકાય છે' તે ભાવનાને સાર્થક કરવા માટે મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા આ બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાંથી સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ એક મજબૂત સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. મોરબી જિલ્લાથી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં રબારી અને ભરવાડ સમાજનું મજબૂત સંગઠન બને તેવું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સમાજ રાજકારણમાં પણ મજબૂત રીતે આગળ આવે તે માટે સંગઠન શક્તિને અનિવાર્ય ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, સંગઠન નિર્માણ માટે યોજાયેલી આ બેઠક માટે કોઈ લેખિત આમંત્રણ અપાયું ન હતું. માત્ર સોશિયલ મીડિયા સંદેશ દ્વારા હજારોની સંખ્યામાં લોકો મચ્છુ માતાજી મંદિરે આ બેઠકમાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મચ્છુ માતાજી મંદિરના મહંત, દેવેનભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, હીરાભાઈ ટમારિયા સહિતના રબારી અને ભરવાડ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હાલ માવઠાની ઘાત ટળી, હવે ગરમી અકળાવશે:24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, બે દિવસથી રાજકોટમાં સૌથી ગરમ
    Next Article
    BSEB Bihar Board 12th Result Live: Class 12 Result Releasing Today, Here’s How To Check

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment