Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં 24 કલાકમાં 10 ઈંચ વરસાદ:કુલ 46 ઈંચ વરસાદ; 164 ઝાડ તૂટી પડ્યાં, અભિનેતા આમિરના ઘરની બહાર ઝાડ તૂટી પડ્યું

    13 hours ago

    મુંબઈમાં રવિવારે સુસવાટાભર્યા પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેમાં 164થી વધુ ઝાડ/ ઝાડની ડાળખીઓ તૂટી પડ્યાં હતાં, જેને કારણે એકનું મોત થયું છે, જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે. આ જ રીતે ઘર અથવા દીવાલ તૂટી પડવાની 22 દુર્ઘટનાઓ નોંધાઈ હતી. દરમિયાન અભિનેતા આમિર ખાનનાં રવિવારે ત્રીજાં લગ્ન હતાં. તે પૂર્વે ભારે પવનને કારણે તેના ઘરની બહારનું એક ઝાડ તૂટી પડીને કારને નુકસાન થયું હતું. આ સમયગાળામાં શોર્ટસરકિટની 42 ઘટનાઓ નોંધાઈ હતી. દરમિયાન રવિવારે સવારે 8.00 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં આશરે 10 ઈંચ વરસાદ પડ્યો હતો. મોસમનો આશરે 54 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ગયા વર્ષે આ જ દિવસ સુધી 32 ટકા વરસાદ પડ્યો હતો. વાર્ષિક સરેરાશ વરસાદ 93 ઈંચ વરસાદ પડતો હોય છે. તેની તુલનામાં રવિવાર સુધી 43 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. પુણેમાં દીવાલ પડતાં 14 વાહન ચૂર: દરમિયાન પુણેના કાત્રજ વિસ્તારમાં રવિવારે સવારે એક હાઉસિંગ સોસાયટીની દીવાલ તૂટી પડીને પાર્કિંગ શેડ તૂટી પડ્યું હતું, જેમાં સાત કાર અને સાત બાઈક ચકનાચૂર થઈ ગઈ હતી. થાણેમાં તળેગાવ દાભાડે ખાતે પાઈપલાઈન ચૂટી પડતાં રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. રાયગડમાં 100 પર્યટકોને ઉગારાયા દરમિયાન રાયગડમાં પાણીના ધોધની મોજ લેવા માટે પહોંચી ગયેલા 100થી વધુ પર્યટકો અટવાઈ ગયા હતા. સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને ઉગારી લેવાયા હતા. વસઈમાં ઝાડ તૂટી પડવાથી બે જણનાં મોત થયં છે, જ્યારે 20 વાહનો પાણીમાં ડૂબી ગઈ છે. વસઈ પૂર્વના મધુબન વિસ્તારમાં રસ્તા પર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. ઉપરાંત એવરશાઈન સિટી, સાતિવલી રોડ પર પણ કમરની ઊંચાઈ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. આગામી 24 કલાક માટે એલર્ટ દરમિયાન હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળામાં અતિવૃષ્ટિ થઈ શકે છે. ઉપરાંત પવન પ્રતિકલાક 55થી 65 ગતિથી ફૂંકાશે. દરમિયાન સોમવારે બપોરે 3.56 વાગ્યે સમુદ્રમાં મોટી ભરતી આવવાની હોઈ 4.08 મીટર સુધી મોજાંઓ ઊછળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    તેરા તુજકો અર્પણ:હીરા, મોબાઇલ, મોટર સાયકલ સહિતની રૂપિયા 14 કરોડની વસ્તુઓ પરત કરાઈ
    Next Article
    સિયાનો બીજો ફોન મળ્યો; ચેતન સાથે કોડવર્ડમાં ચેટ કરતી હતી:બંનેને 14 દિવસ માટે પુણેની યેરવડા જેલમાં મોકલવામાં આવ્યાં છ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment