Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની દૂધ મંડળીમાં 23.90 લાખથી વધુની ગેરરીતિ:ડમી ખાતા ખોલી દૂધમાં પાણી ઉમેરનાર 4 કર્મચારીઓ સામે FIR

    7 hours ago

    પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંટવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં વર્ષ 2017થી 2024 દરમિયાન ડમી ગ્રાહક ખાતા ખોલી, દૂધના બદલે ટેન્કરમાં પાણી ઉમેરી તથા સાગરદાણ વેચાણની રકમ પચાવી પાડી રૂ. 23,90,101 થી વધુની નાણાકીય ગેરરીતિ આચરવા બદલ મંડળીના માજી મંત્રી સહિત 4 કર્મચારીઓ વિરુદ્ધ વાગડોદ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાઈ છે. દૂધ સાગર ડેરી મહેસાણા હેઠળ આવતી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંટવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગ્રાહકોની રજૂઆતો અને ઇન્સ્પેક્શન દરમિયાન મોટા પ્રમાણમાં નાણાકીય ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2024માં કારોબારી સમિતિના સભ્યોના સામુહિક રાજીનામા બાદ જિલ્લા રજિસ્ટ્રારના હુકમથી દૂધ સાગર ડેરીના સુપરવાઈઝર રસિકભાઈ રમણભાઈ પ્રજાપતિની કસ્ટોડિયન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મંડળીમાં વર્ષ 2017-18થી 2024-25 દરમિયાન સળંગ ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા હતા. મંડળીના પૂર્વ મંત્રી વિનુજી બાબુજી ઠાકોર, કમ્પ્યુટર ઓપરેટર હેમચંદજી સોનાજી ઠાકોર, ટેસ્ટર ભારતીજી જેશળજી ઠાકોર અને સફાઈ કામદાર દિનેશજી રામચંદજી ઠાકોરે સમાન ઈરાદો પાર પાડવા ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ ચારેય કર્મચારીઓએ જુના પશુપાલકોના બંધ ખાતાનો ઉપયોગ કરી અલગ-અલગ ડમી ગ્રાહક ખાતા ખોલ્યા હતા. દૂધ ટેન્કરમાં દૂધ ભરાઈ ગયા બાદ પાણી ઉમેરી, કમ્પ્યુટરમાં મનસ્વી રીતે લિટર અને ફેટ સેટ કરીને ડમી ખાતાઓમાં દૂધ જમા બતાવવામાં આવતું હતું. આ ડમી ખાતાઓના દૂધના પગાર પેટે આશરે રૂ. 21,15,091 અને સ્થાનિક તથા મંડળીના ભાવ વધારા પેટે રૂ. 2,75,010 મળી કુલ રૂ. 23,90,101 ની રકમ રોકડ અને બેંક ખાતા મારફતે મેળવી અંગત વપરાશમાં લઈ મંડળી સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. આ ઉપરાંત, મંડળીમાં વેચાણ અર્થે આવેલ સાગરદાણની 1725 બોરીઓ (કિંમત રૂ. 27,60,000) તથા મકાઈ ભરડાની 270 બોરીઓ (કિંમત રૂ. 3,67,200) મળી કુલ રૂ. 31,27,200 ની દાણ વેચાણની ઉપજેલી રકમ પણ મંત્રી વિનુજી બાબુજી ઠાકોરે પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. જેમાંથી બાદમાં રૂ. 12,00,000 જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ 2024-2025ના ઓડિટ રિપોર્ટ મુજબ હાથ પરની સિલક રૂ. 20,69,761.15 જમા ન કરાવી કાયમી ઉચાપત કરવામાં આવી હતી. જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતેથી વાર્ષિક હિસાબોનું ઓડિટ થઈ ઓડિટ રિપોર્ટ આવી જતાં કસ્ટોડિયન રસિકભાઈ પ્રજાપતિએ વાગડોદ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 406, 408, 34 અને 120-B મુજબ ગુનો નોંધાવ્યો છે. વાગડોદ પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:જમીનના રેકોર્ડ સુધાર્યા બાદ જ કાર્યવાહી કરવા અને બજારભાવની નોટિસ રદ કરવા માગ
    Next Article
    જોડિયા-બાદનપર રોડ પર ગેરકાયદેસર ખનીજ વહન કરતા 6 ડમ્પર ઝડપાયા:કુંન્નડ ગામ પાસે ખાણ-ખનીજ વિભાગે 1.90 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment