Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:જમીનના રેકોર્ડ સુધાર્યા બાદ જ કાર્યવાહી કરવા અને બજારભાવની નોટિસ રદ કરવા માગ

    7 hours ago

    જામનગર જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવાના કામમાં અસરગ્રસ્ત ખેડૂતોએ 30 સપ્ટેમ્બરે કલેક્ટરને રજૂઆત કરી. તેમણે માંગ કરી કે કામ શરૂ કરતા પહેલા જમીનના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને નામોની ભૂલો સુધારવામાં આવે. ખેડૂતોએ જણાવ્યું કે, કંપનીએ બજારભાવ નક્કી કરવા અંગે કોઈ પૂર્વ નોટિસ આપી નથી. કલેક્ટર કચેરીની નોટિસમાં પણ કાયદા મુજબ 14 દિવસનો સમય અપાયો ન હોવાનો આક્ષેપ છે. રજૂઆતમાં જણાવાયું કે, વીજળી અને ટેલિગ્રાફ અધિનિયમ, 1885 હેઠળ કંપનીને સત્તાઓ મળી છે. કલમ 10(ડી) મુજબ, લાઇનથી થતા નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ છે. ખેડૂતોએ ઉર્જા વિભાગના 04-07-2026 અને 31-07-2026ના ઠરાવોનો વિરોધ કર્યો. તેમના મતે, આ માર્ગદર્શિકા સંપૂર્ણ વળતર આપતી નથી અને કેન્દ્રીય કાયદા હેઠળ મળતા હક્કો મર્યાદિત ન કરી શકાય. કંપની દ્વારા ખેડૂતો સામે ખોટી ફરિયાદો પણ દાખલ કરાઈ. ખેડૂતોએ બજારભાવની નોટિસ તાત્કાલિક રદ કરવા અને જમીનના રેકોર્ડ સુધાર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરામાં આંગણવાડી બાળકોને ફળો-બિસ્કિટ અપાયા:સેવા સંકલ્પ અભિયાન હેઠળ કંપાસ બોક્સનું વિતરણ, આશા બહેનોનું સન્માન કરાયું
    Next Article
    પાટણની દૂધ મંડળીમાં 23.90 લાખથી વધુની ગેરરીતિ:ડમી ખાતા ખોલી દૂધમાં પાણી ઉમેરનાર 4 કર્મચારીઓ સામે FIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment