Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 2.39 લાખ હેક્ટરમાં સૌથી વધુ કપાસનું વાવેતર:મગફળી 1.36 લાખ હેક્ટર સાથે બીજા ક્રમે, ગત વર્ષ કરતાં આ વખતે નોંધપાત્ર વધારો

    11 hours ago

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ ખેડૂતો દ્વારા પાક વાવેતરની કામગીરીને વેગ મળ્યો છે. રાજ્યમાં જૂન-2026 દરમિયાન કુલ 4,27,152 હેક્ટર વિસ્તારમાં પાક વાવેતર નોંધાયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન થયેલા 3,41,188 હેક્ટર વાવેતરની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર કૃષિ વિભાગના પ્રાથમિક આંકડા મુજબ રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ કપાસના પાકનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો દ્વારા 2,39,885 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મગફળી બીજા ક્રમે રહી છે અને 1,36,541 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર નોંધાયું છે. પાકવાર આંકડાઓ મુજબ ધાન્ય પાકોનું 3,613 હેક્ટર, કઠોળ પાકોનું 673 હેક્ટર તેમજ તેલીબિયાં પાકોનું 1,37,473 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર વાવેતરમાં આગળ ઝોનવાર આંકડાઓ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ 2,911 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 730 હેક્ટર, મધ્ય ગુજરાતમાં 238 હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં 130 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાતોના મતે ચોમાસાની અનુકૂળ શરૂઆત અને પૂરતા વરસાદની આશાને કારણે ખેડૂતોમાં વાવેતર માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો રાજ્યમાં વાવેતરનો વિસ્તાર વધુ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અંદાજે 7 કરોડની જમીન સરકાર હસ્તક થશે:જમીનના યોગ્ય પુરાવા રજૂ નહીં કરી શકતા 4 વીઘા જમીન સરકાર હસ્તક લેવા મામલતદાર કૃષિ પંચનો આદેશ
    Next Article
    આવતીકાલે રોજગાર ભરતીમેળો:સેલ્સ એક્ઝિક્યુટિવ, પર્ચેઝ એન્જિનિયર અને કોસ્ટિંગ એન્જિનિયર સહિત 30થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment