Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણનો બીજો સોમવાર, સુરતમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજ્યો:અડાજણના અટલ આશ્રમમાં 2351 કિલોના પારદેશ્વર મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા

    5 days ago

    પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સુરતના શિવાલયો 'હર હર મહાદેવ' અને 'બમ બમ ભોલે'ના નાદથી ગૂંજી ઊઠ્યા હતા. વહેલી સવારથી જ શહેરના તમામ મહાદેવ મંદિરોમાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પરંપરા મુજબ કેવડો લઈને પગપાળા શિવાલયો તરફ નીકળ્યા હતા. ભક્તોએ દૂધ, જળ, બિલીપત્ર અને કેવડાનો મહાઅભિષેક કરીને દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે વિશેષ પ્રાર્થના કરી હતી. અડાજણના અટલ આશ્રમમાં 2351 કિલોનું અનોખું પારાનું શિવલિંગ શ્રાવણના આ પાવન પર્વે દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમે અડાજણ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરની સૌથી મોટી વિશેષતા અહીં સ્થાપિત 2351 કિલો વજન ધરાવતું વિશાળ પારાનું શિવલિંગ છે. વિજ્ઞાન અનુસાર પારો પ્રવાહી સ્વરૂપે હોય છે અને તેને ઘન આકાર આપી શિવલિંગનું સ્વરૂપ આપવું અત્યંત જટિલ અને કઠિન કાર્ય માનવામાં આવે છે, જે અહીં સાકાર થયેલું જોવા મળે છે. 2 વર્ષની કઠિન મહેનત બાદ સ્થાપના અને પારા શિવલિંગનું મહત્વ આ અનોખા શિવલિંગના નિર્માણ પાછળ અટલ આશ્રમના મહંત બટુકગીરી બાપુ તેમજ ભક્તોની અથાક ભક્તિ જોડાયેલી છે. તેમણે સતત 2 વર્ષની ભારે જહેમત અને કઠિન પરિશ્રમ બાદ આ 2351 કિલોના પારાના શિવલિંગને તૈયાર કરી વિધિવત પ્રસ્થાપિત કર્યું હતું. ધાર્મિક શાસ્ત્રો અને લોકમાન્યતા મુજબ પારાના શિવલિંગની પૂજા-અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અત્યંત વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કારચાલકે પૂરઝડપે એક્ટિવા સવાર 3 મિત્રને ઉડાવ્યા, CCTV:ગોતાના સર્વિસ રોડ પરનો બનાવ, પોલીસને 2 દિવસ સુધી અકસ્માતની જાણ જ નહીં
    Next Article
    સતત વરસાદ અને ઓછી આવકથી શાકભાજીના ભાવ આસમાને:ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો કિલોનો ભાવ રૂા. 50 સુધી પહોંચી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment