Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે પૂરઝડપે એક્ટિવા સવાર 3 મિત્રને ઉડાવ્યા, CCTV:ગોતાના સર્વિસ રોડ પરનો બનાવ, પોલીસને 2 દિવસ સુધી અકસ્માતની જાણ જ નહીં

    5 days ago

    અમદાવાદના ગોતા રોડ પર 22 ઓગસ્ટે રાતના સમયે સર્વિસ રોડ પર એક્ટિવા પર આવતાં 3 મિત્રોને પૂરઝડપે એક કાર ચાલકે ટક્કર મારી હતી. કારચાલક ટક્કર મારીને સ્થળ પરથી જ નાસી ગયો હતો. અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા ત્રણેય મિત્રોને ઇજા પહોંચી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતના બીજા દિવસે પોલીસને જાણ થતા 24 કલાક બાદ ગુનો નોંધાયો છે. કારચાલકે એક્ટિવા સવાર 3 મિત્રને ઉડાવ્યા ગોતામાં રહેતો શૈલેષ યાદવ કપડાંની દુકાન ચલાવે છે. 22 ઓગસ્ટે શૈલેષ અને મિત્ર શિવમ-વિપિન એક એક્ટિવા પર બેસીને છારોડીથી પરત આવી રહ્યા હતા. રાતે 12 વાગ્યે વોડાફોન ટાવર ગોતા રોડ પર એક્ટિવા લઈને સર્વિસ રોડ પરથી જઈ રહ્યા હતા, ત્યારે એક ફોર વ્હીલર પૂરઝડપે આવી રહી હતી. ફોર વ્હીલર ચાલકે પૂરઝડપે એકટીવાને આગળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય એક્ટિવા પરથી પટકાયા હતા. ત્રણેય મિત્રોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં અકસ્માત કરીને કાર ચાલક પૂરઝડપે નાસી જાય છે. અકસ્માતમાં શૈલેષ અને તેના મિત્ર વિપિનને ફેક્ચર થઈ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસને 2 દિવસ સુધી અકસ્માતની જાણ જ નહીં! અક્સ્માત 22 ઓગસ્ટે મોડી રાતે થયો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા, પરંતુ એસ.જી. 1 પોલીસને અકસ્માતના બીજા દિવસ સુધી કોઈ જાણ જ ન્હોતી થઈ. પોલીસને બાદમાં જાણ થતા ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલક સુધી પહોંચી હતી અને અકસ્માતના 24 કલાક બાદ ફરિયાદ નોધી છે. હવે ફરાર કારચાલક પકડાય છે કે કેમ જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    નેહાના છેલ્લા શબ્દો-દીકરીને જોયા વિના મરવા નથી માંગતી:જલંધરમાં વેન્ટિલેટર પર છેલ્લા શ્વાસ સુધી દીકરીને જોવા માટે તડપતી રહી; પતિ-સાસુએ ટોયલેટ ક્લીનર પીવડાવીને મારી નાખી
    Next Article
    શ્રાવણનો બીજો સોમવાર, સુરતમાં 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજ્યો:અડાજણના અટલ આશ્રમમાં 2351 કિલોના પારદેશ્વર મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment