Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું:નરોડામાં કોહિનૂર હબમાં સાઉન્ડની ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, કાર-મોબાઇલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    10 hours ago

    અમદાવાદ શહેરના નરોડા રિંગ રોડ પર આવેલા એક બિઝનેસ કોમ્પ્લેક્સમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને 8 શખ્સોને 23.48 લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આરોપીઓ સાઉન્ડની ઓફિસમાં બેસીને જુગાર રમી રહ્યા હતા.આરોપીઓ પાસેથી મોંઘા ફોન,કાર સહિતનો લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવ્યો નરોડા પોલીસને બાતમી મળી હતી કે, ટોલટેક્ષ પાસે આવેલા કોહીનુર બિઝનેસ હબ ના છઠ્ઠા માળે દુકાન નંબર 605માં આવેલી 'જે.ડી. બ્રધર ડી.જે. એન્ડ સાઉન્ડ' નામની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે PSI વી.આર. ચૌધરી અને તેમની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસ પહોંચતા જ ત્યાં દોડધામ મચી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો જોકે, પોલીસે કોર્ડન કરી દિપલ નટવરલાલ સિદ્ધપુરા (રહે. બાપુનગર) , ચેતન ઇશ્વરભાઇ પટેલ (રહે. ઓઢવ) , નિરવ કમલેશભાઇ પટેલ (રહે. વસ્ત્રાલ) , અશોક કનુભાઇ પટેલ (રહે. નિકોલ) , વિજયભાઇ ધીરૂભાઇ પટેલ (રહે. નવા નરોડા) , વિનોદ ડાહ્યાભાઇ પટેલ (રહે. બાપુનગર), રાજેશ ધનજીભાઇ પટેલ (રહે. વસ્ત્રાલ) અને વિપુલભાઇ રવજીભાઇ પટેલ (રહે. નિકોલ)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ, વ્હીકલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અડાજણ-ગોરાટમાં રાજકીય સંગ્રામ:વોર્ડ-11માં ભાજપના ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગના આક્ષેપ સાથે ખળભળાટ, AAPના ઉમેદવારની પો. કમિશનરને લેખિત ફરિયાદ
    Next Article
    હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર:કહ્યુ: મહિલા અનામત બિલનો વિરોધ કરીને વિપક્ષે સામાન્ય મહિલાઓને અન્યાય કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment