Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર:કહ્યુ: મહિલા અનામત બિલનો વિરોધ કરીને વિપક્ષે સામાન્ય મહિલાઓને અન્યાય કર્યો

    9 hours ago

    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'વિજય સંકલ્પ સભા'નું આયોજન કરાયું હતું. આ સભામાં રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને મહિલા અનામત બિલ મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. સંઘવીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર પરિવારવાદનો આરોપ લગાવતા કહ્યું કે, "જો રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની પત્ની સાંસદ બની શકતા હોય, તો મારા દેશની સામાન્ય નારી કેમ સાંસદ ન બની શકે?" તેમણે દાવો કર્યો કે લોકસભામાં મહિલા અનામત બિલનો વિરોધ કરીને વિપક્ષ સામાન્ય મહિલાઓને અન્યાય કરી રહ્યો છે. મંત્રી સંઘવીએ આદિવાસી વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોની વિગતો આપતા જણાવ્યું કે, કોંગ્રેસ શાસનમાં બનેલા ઉકાઈ ડેમનું પાણી આ વિસ્તારના લોકોને મળતું નહોતું. ભાજપ સરકારે 900 કરોડ રૂપિયાના ખર્ચે ઉકાઈનું પાણી આ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકારની ખેડૂતલક્ષી અને ગરીબ આદિવાસીઓ માટેની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) માંથી મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સદગવાણ ગામના અગ્રણીઓ સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પક્ષ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત, બાલદા ગામના BTP ના 25 જેટલા સક્રિય કાર્યકરો પણ ભાજપમાં સામેલ થયા. હર્ષ સંઘવીએ તમામ નવા કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવા, મંત્રી જયરામ ગામીત સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું:નરોડામાં કોહિનૂર હબમાં સાઉન્ડની ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, કાર-મોબાઇલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
    Next Article
    ‘Mastermind’ of Noida workers’ protest arrested from Tamil Nadu railway station

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment