Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાજણ-ગોરાટમાં રાજકીય સંગ્રામ:વોર્ડ-11માં ભાજપના ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગના આક્ષેપ સાથે ખળભળાટ, AAPના ઉમેદવારની પો. કમિશનરને લેખિત ફરિયાદ

    12 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 11માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 11 અડાજણ-ગોરાટ બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોની પટેલના આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોઈપણ ઉમેદવાર ધાર્મિક સ્થળનો ઉપયોગ પોતાના પ્રચાર માટે ન કરી શકે મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 11ના ભાજપના પેનલ ઉમેદવારો હર્ષ મહેતા, પરિમલ ચાસીયા, અલ્પા મહેતા અને વૈશાલી શાહ સામે ચૂંટણી જાહેરનામાના ભંગના આક્ષેપ થયા છે. આરોપ છે કે, આ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યો હતો. ભારતીય ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર ધાર્મિક સ્થળ, મંદિર, મસ્જિદ કે ચર્ચનો ઉપયોગ પોતાના પ્રચાર માટે કરી શકતા નથી. ગણતરીના કલાકની અંદર જ સો.મીડિયા પરથી વીડિયો હટાવાયા આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રચારના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં ઉમેદવારો પક્ષનો ખેસ ધારણ કરીને ધાર્મિક સ્થળોએ જનસંપર્ક કરતા જોવા મળ્યા હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતની ગંભીરતા સમજાતા અથવા વિરોધ પક્ષની નજરે પડતા જ ગણતરીના એક કલાકની અંદર જ આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ડોનિકા પટેલ દ્વારા આ મામલે સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપના ઉમેદવારો સત્તાના નશામાં ચૂંટણીના નિયમોને નેવે મૂકી રહ્યા છે. ધાર્મિક સ્થળોએ જઈને પક્ષના ખેસ ધારણ કરી પ્રચાર કરવો એ સીધો આચારસંહિતાનો ભંગ છે" જૈન મંદિરમાં ભાજપનો ખેસ પહેરીને પ્રચાર કરતા ઉમેદવાર નજરે પડ્યા વોર્ડ નંબર 11 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોનિકા પટેલે જણાવ્યું હતું કે, આજે અમે ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ અમારા જ વોર્ડના ભાજપના ચારે ચાર ઉમેદવારોએ આચારસંહિતા તથા જાહેરનામાનો શહેરમાં ઉલ્લંઘન કર્યો છે. બે દિવસ પહેલાં ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાએ રીલ અપલોડ કરી હતી, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે જૈન મંદિરમાં તેઓ ભાજપનો ખેસ પહેરીને પાર્ટી પ્રચાર કરે છે અને મતો માંગે છે. તો આ જે રીલ છે એ એમણે એક કલાકમાં ડિલીટ કરી દીધી છે. અમારી પોલીસ કમિશનર અને ચૂંટણી અધિકારીઓને એ માંગ છે કે, આ કાયદાનો પાઠ ભણાવતી સરકારમાં એમના જ લોકો દ્વારા કાયદાનો ભંગ થાય છે, તો એમના પર તમે કડકમાં કડક અને તરત ને તરત પગલાં લો. જાહેર જનતાને પણ તમે બતાવો કે આ સરકારને ફક્ત કાયદાનો પાઠ ભણાવતા જ નહીં પરંતુ અમલ કરતા પણ આવડે છે અને કરાવતા પણ આવડે છે પછી ભલે તે પોતાના જ ઉમેદવાર કેમ ન હોય. અમારી માંગ એ છે કે, ચારે ચાર ઉમેદવારોને જાહેર નોટિસ આપવામાં આવે અને ફરી બીજી વાર આવી કોઈ આચારસંહિતા કે જાહેરનામાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    બેવડી નાગરિકતા મુદ્દે રાહુલ ગાંધી સામે FIR નહીં નોંધાય:હાઈકોર્ટે એક જ દિવસમાં પોતાનો આદેશ પલટ્યો, કહ્યું- નોટિસ વિના કેસ દાખલ કરવો યોગ્ય નથી
    Next Article
    હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું:નરોડામાં કોહિનૂર હબમાં સાઉન્ડની ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, કાર-મોબાઇલ સહિત 23.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment