Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રે 2:30 વાગે લખતર હાઈવે પર મોતની ચિચિયારીઓ: VIDEO:રાજકોટથી બહુચરાજી જતા ભરવાડ સમાજના 6 પદયાત્રીઓ સહિત કુલ 7 લોકોને બેફામ ટ્રકે કચડ્યાં; SP-કલેક્ટર દોડયાં

    14 hours ago

    ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અંદાજે 4થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે કાળમુખા ડમ્પરે કચડી નાખ્યા લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને હડફેટે લીધા હતા. પાંચ મહિલા અને બે પુરુષના મોત આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મંદિરે ધજા ચડાવે તે પહેલા પોતાના પર ખાપણ ઢંકાઈ ગયું ભીષણ અકસ્માતનો ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે મંદિરે આ સંઘની ધજા ચઢવાની હતી તે દરમિયાન લખતર-વિરમગામ માર્ગ પર કાળમુખા ડમ્પરે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 7 સભ્યો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. રોડ પર ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ પ્રત્યક્ષદર્શીઓના હચમચાવી દેતા નિવેદન અનુસાર, બેકાબૂ ડમ્પરે ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના પાર્થિવ દેહ હાઈવે પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા. ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા લખતર વિરમગામ હાઈવે પર મધ્ય રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં ભરવાડ સમાજમાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા છે, અને ઘટના અંગે સંપૂર્ણ જાણકારી મેળવી હતી. ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાનીના જણાવ્યા મુજબ "13 એપ્રિલની સવારે લગભગ 1 થી 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન છારદ ગામના વિસ્તારમાં એક બનાવ બન્યો છે. જેમાં એક ધાર્મિક સંઘ (પદયાત્રીઓ) રાજકોટથી બહુચરાજી તરફ જઈ રહ્યો હતો. છારદ ગામે તેઓએ નાઈટ હોલ્ટ (રાત્રિ રોકાણ) કર્યું હતું અને ત્યાંથી તેઓ આગળ બહુચરાજી તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક જીવલેણ અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકની અડફેટે આવતા 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક ટ્રક જે ત્યાં હોલ્ટ પર (ઉભી) હતી, જેની વચ્ચે લોકો આવી ગયા હતા, તે ટ્રકના ડ્રાઈવરનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. જે ટ્રક દ્વારા અકસ્માત સર્જાયો છે તેનો ડ્રાઈવર અત્યારે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો છે, જેની શોધખોળ અને તપાસ અત્યારે ચાલુ છે. હાલમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી પણ ચાલી રહી છે. ઈજાગ્રસ્તોની વાત કરીએ તો, અંદાજે 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી છે. જોકે, તેઓ ખાનગી વાહનો દ્વારા અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસી ગયા હોવાથી અત્યાર સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ MLC (મેડિકલ લીગલ કેસ) રિપોર્ટ આવ્યો નથી. અમે અત્યારે એ બાબતની પૂર્તતા કરી રહ્યા છીએ કે ચોક્કસ કેટલા લોકોને ઈજા થઈ છે." ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી. કે. પરમારે સાંત્વના પાઠવી રાજકોટથી મેરા પગપાળા જઈ રહેલા ભરવાડ સમાજના સંઘ પર બેફામ દોડતો ટ્રક ફરી વળતા ભરવાડ સમાજના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. 'સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવીને મેરા ગામે મહાદેવ મંદિરે કથામાં જવાનો હતો' ધારા સભ્ય પી.કે. પરમારે આ કમનસીબ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,' રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે ટ્રકમાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે આ પગપાળા સંઘ પર પાછળથી એક સ્પીડમાં આવતા ડમ્પરે પાંચ મહિલાઓ અને એક પુરુષ પરથી પસાર થઈ જતા એમના કરુણ મોત નીપજ્યા હતા, અને દશથી બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને મૃતકોનું પોસ્ટ મોર્ટમ થઇ ગયું છે, ત્યારે ધારાસભ્ય તરીકે હું મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવું છું, અને પરિવાર પર આવેલી આ દુઃખદ ઘટના માટે સંવેદના પાઠવું છું. મારી સાથે ભરવાડ સમાજની ગેડીયા જગ્યાના મહંત લાલદાસ બાપુ સહિતના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે.' 'મારા પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થયા' જેના પરિવારના બે સભ્યો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેવા એક સ્વજનનું કહેવું છે કે,મારું ગામ છતર છે. ગઢકાથી સંઘ નીકળ્યો હતો. સંઘ દેકાવાડા જતો હતો. સંઘમાં અંદાજે 500 થી 600 માણસો હતા. આ બનાવ રાત્રે અઢી (2:30) વાગ્યાની આસપાસ બન્યો હતો.કુલ 7 લોકોના મોત થયા છે. મારા પરિવારમાંથી બે લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક મારા ભાભી થાય અને એક વહુ થાય.તેઓ છતર ગામના હતા. છતર ગામ મોરબી અને રાજકોટની વચ્ચે, મીતાણા પાસે આવેલું છે. સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર જી.એચ.સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા લખતર વિરમગામ હાઈવે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના પગપાળા જઈ રહેલા સંઘ પર ટ્રકના ટાયર ફરી વળતા સાત લોકોના મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર જી.એચ.સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને અકસ્માતની ઘટના અંગે સ્થિતિની સમીક્ષા કરી વિગતો મેળવી હતી ટ્રકચાલક ફરાર ચીસ અને આક્રંદ વચ્ચે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો અને 108ની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, તેમજ હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે પુનઃ ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થયા છે. આ સમાચાર પણ વાંચો વઢવાણ-લખતર હાઇવે પર અકસ્માત, આઠનાં મોત:બે કાર ટકરાતાં આગ ફાટી નીકળી, એક બાળકી સહિત આઠ મુસાફરો જીવતા ભૂંજાયા; ત્રણ ઇજાગ્રસ્ત આઠ મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા એક બાળકી સહિત આઠ લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી હતી. વઢવાણ-લખતર હાઇવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી. જેમાં સળગી ઉઠેલ કારમાં સવાર ધંધુકા તાલુકાના ઝીઝર ગામના અને લખતરના કડુ ગામના સગા સંબંધીઓના કુલ આઠ લોકોના મોત નિપજયા હતા (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ:14-15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચી શકાશે, ભાજપ-કોંગ્રેસમાં ઠેર-ઠેર વિરોધ
    Next Article
    જોરાવરનગરના રહેણાંક મકાનમાંથી 423 દારૂની બોટલો જપ્ત:સર્વેલન્સ સ્ટાફે રૂ. 2.09 લાખનો દારૂનો જથ્થો પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment