Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બાળમજૂરીનું મોટું નેટવર્ક, 23 તરુણ-તરુણીઓ નર્કાગારમાંથી મુક્ત:₹5 હજારના ટુકડા ફેંકી 9-9 કલાક કાળી મજૂરી કરવાતી

    9 hours ago

    ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાંથી ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી અને ચળકતી આર્થિક ઝાકમઝોળ પાછળ છુપાયેલા કાળા અંધારાને ઉજાગર કરતી ઘટના સામે આવી છે. કેટલાક લાલચુ તત્વો પોતાના સ્વાર્થ ખાતર માસૂમોના હાથમાં પેન-પુસ્તકની જગ્યાએ જોખમી કામો સોંપીને આર્થિક શોષણ કરી રહ્યા છે. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા વરાછા વિસ્તારની હરિધામ સોસાયટીમાં એક સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હોટ ફિક્સિંગના જોખમી કામમાં જોતરાયેલા 23 તરુણો અને તરુણીઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી વિભાગોના મેગા જોઈન્ટ ઓપરેશનમાં તંત્રની ‘લાલ આંખ’ સુરત શહેરમાં શ્રમજીવી બાળકોના ગેરકાયદેસર શોષણને ડામવા માટે વિવિધ સરકારી વિભાગો દ્વારા સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડામાં સુરત મહાનગરપાલિકા, શ્રમ અધિક્ષક, ફેક્ટરી નિરીક્ષક, જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને પોલીસની 'શી-ટીમ' (She-Team) સંયુક્ત રીતે જોડાઈ હતી. આ ટીમોએ વરાછાના હોટફિક્સ યુનિટમાં દરોડા પાડીને ત્યાં બંધક હાલતમાં કામ કરતા 12 તરુણ અને 11 તરુણી મળી કુલ 23 માસૂમોને મુક્ત કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામ બાળકોની વય 14 થી 18 વર્ષની હોવાનું બહાર આવ્યું છે. સવારે 9થી સાંજના 6 સુધી જોખમી કામ, મહેનતાણું તદ્દન નજીવું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બાળમજૂરીમાંથી મુક્ત કરાવાયેલા તમામ બાળકો ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના વતની છે. ગરીબી અને લાચારીનો લાભ ઉઠાવી કારખાનેદારો આ માસૂમોને છેલ્લા એક-બે મહિનાથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી (સતત 9 કલાક) હોટ ફિક્સિંગના અત્યંત જોખમી કેમિકલયુક્ત કામમાં જોતરી દેતા હતા. બાળકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરીને તેમને માત્ર ₹5,000થી ₹10,000 જેવો નજીવો માસિક પગાર ચૂકવીને વેઠ કરાવવામાં આવતી હતી. મુક્ત કરાયેલા બાળકોને ચિલ્ડ્રન હોમમાં આશ્રય, માલિકો જેલભેગા થશે મુક્ત કરાવવામાં આવેલા તમામ 23 તરુણ-તરુણીઓને બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયદાકીય પ્રોટોકોલ હેઠળ છોકરાઓને કતારગામ ખાતે આવેલા વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં અને છોકરીઓને રાંદેર સ્થિત ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત રીતે આશ્રય અપાયો છે. જિલ્લા બાળ સુરક્ષા એકમના જણાવ્યા અનુસાર, હાલ તમામ બાળકોના વયના સત્તાવાર પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મેડિકલ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ માસૂમો પાસે કાળી મજૂરી કરાવનાર જવાબદાર કારખાનાના માલિકો વિરુદ્ધ 'બાળ મજૂરી પ્રતિબંધક ધારા' હેઠળ કડક કાયદેસરના પગલાં ભરીને જેલભેગા કરવામાં આવશે. પુણા બાદ હવે વરાછા, સુરતમાં બાળમજૂરીનું મોટું નેટવર્ક સક્રિય? હજુ થોડા દિવસો પહેલા જ સુરતના પુણા વિસ્તારમાંથી પણ આ જ પ્રકારે 90 થી વધુ માસૂમ બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનું મસમોટું નેટવર્ક રંગેહાથ ઝડપાયું હતું. તંત્ર દ્વારા વારંવાર કડક ડ્રાઈવ કરવામાં આવતી હોવા છતાં આવા અમાનવીય તત્વો બેફામ બનીને બાળકોનું ભવિષ્ય રોળી રહ્યા છે. સુરત જેવા પ્રગતિશીલ ઔદ્યોગિક શહેરમાં સતત સામે આવતા આ કિસ્સા સમગ્ર સમાજ, ઉદ્યોગ જગત અને પ્રશાસન માટે અત્યંત ચિંતા અને ચિંતનનો વિષય બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટીટીએ યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા:યુવતી માસીએ મંગાવેલ ડ્રેસ એસી કોચમાં આપવા ગઈ હતી, રેલવે પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    વિજલપોર ઓવરબ્રિજ 5 વર્ષથી અધૂરો, ડાયવર્ઝન રોડ બિસ્માર:ચોમાસા પહેલાં સ્થાનિકોને હાલાકી વધવાની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment