Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીટીએ યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા:યુવતી માસીએ મંગાવેલ ડ્રેસ એસી કોચમાં આપવા ગઈ હતી, રેલવે પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    મુંબઈ ખાતે રહેતા અને રેલવેમાં ટીટી તરીકે ફરજ બજાવતા સંજયકુમાર બાબુલાલ ઝીણા સામે વડોદરાની એક યુવતી સાથે અશ્લીલ હરકત અને શારીરિક અડપલાં કરવાનો ગંભીર આરોપ નોંધાતા ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. નાલા સોપારામા રહેતા ટીટી સામે ફરિયાદ નોંધાઈ મહારાષ્ટ્રના નાલા સોપારા ખાતે રહેતા સંજયકુમાર બાબુલાલ ઝીણા રેલવેમાં ટીટી તરીકે ફરજ બજાવે છે અને ભોગ બનનાર યુવતીના પરિવારજનો તેમજ મહારાષ્ટ્રમાં રહેતા તેના માસીના પરિચિત હોવાનું જાણવા મળ્યું છે. યુવતી પોતાની માસી સાથે વાતચીત દરમિયાન તેમને ડ્રેસ મોકલવાનો હતો. ત્યારે માસીએ પોતાના ઓળખીતા ટીટી સંજય ઝીણા મારફતે ડ્રેસ મોકલવાની સલાહ આપી હતી. યુવતીને કોચ બતાવવાના બહાને ફર્સ્ટ એસી કોચની અંદર લઈને અશ્લીલ હરકતો કરી બાદમાં આ યુવતીએ સંજય ઝીણાનો સંપર્ક કર્યો હતો. આરોપીએ યુવતીને ટ્રેન નંબર 12904 ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચ E-01 પાસે આવવા જણાવ્યું હતું. માસી માટે ડ્રેસ મોકલવાના હેતુથી યુવતી ટ્રેનમાં પહોંચી હતી. ત્યારે આરોપી સંજય ઝીણાએ યુવતીને કોચ બતાવવાના બહાને ફર્સ્ટ એસી કોચની અંદર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે બળજબરીપૂર્વક અશ્લીલ હરકતો કરી હતી. આરોપી મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર સાથે આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાથી આઘાતમાં આવેલી યુવતીએ સમગ્ર બનાવ અંગે ફરિયાદ મહારાષ્ટ્રમાં નોંધાવી હતી. જે ઝીરો નંબરથી વડોદરા રેલવે પોલીસમાં ટ્રાન્સફર થતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. જોકે આરોપી સંજય જીણાએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    AI યુગમાં સર્જનાત્મકતા જ ભવિષ્ય બચાવશે!:બાળકોની કારકિર્દીની ચિંતામાં વ્યાકુળ માતા-પિતા માટે એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગની ખાસ સલાહ
    Next Article
    સુરતમાં બાળમજૂરીનું મોટું નેટવર્ક, 23 તરુણ-તરુણીઓ નર્કાગારમાંથી મુક્ત:₹5 હજારના ટુકડા ફેંકી 9-9 કલાક કાળી મજૂરી કરવાતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment