Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચાર સંહિતાને કારણે 23 એપ્રિલનો ‘સ્વાગત’ કાર્યક્રમ રદ:હવે 30 એપ્રિલે નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે

    6 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને પગલે લાગુ કરાયેલ આદર્શ આચાર સંહિતાના કારણે દર મહિને યોજાતા પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો ‘સ્વાગત’ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ આગામી ગુરુવાર તારીખ 23 એપ્રિલ 2026ના રોજ યોજાનાર આ કાર્યક્રમ હવે યોજાશે નહીં. 30 એપ્રિલે ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ એપ્રિલ મહિનાનો રાજ્ય અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ હવે પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ 2026ના રોજ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે. પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો મહત્વપૂર્ણ બાબત એ છે કે, 30 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી જ પ્રજાજનોની રજૂઆતો સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા આ ફેરફાર અંગે તમામ સંબંધિતોને જાણ કરી, નવી તારીખની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ફેરફારને કારણે પ્રજાજનોને પોતાની અરજીઓ રજૂ કરવા માટે થોડો વધુ સમય મળ્યો છે, જેથી વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા ચૂંટણી ટાણે 'વિકાસ'ની પોલ ખુલી:પીવાના પાણી માટે ટળવળતા રહીશોએ AAP નેતા સમક્ષ ઠાલવ્યો આક્રોશ, કહ્યું-4 દિવસથી ટીપું પાણી નથી આવ્યું
    Next Article
    ઝનોર NTPCમાં ફાયર સર્વિસ સપ્તાહ સમાપ્ત:લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન દ્વારા જાગૃતિ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment