Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ચૂંટણી ટાણે 'વિકાસ'ની પોલ ખુલી:પીવાના પાણી માટે ટળવળતા રહીશોએ AAP નેતા સમક્ષ ઠાલવ્યો આક્રોશ, કહ્યું-4 દિવસથી ટીપું પાણી નથી આવ્યું

    6 days ago

    આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર વચ્ચે વોર્ડ નંબર 18 ના વિક્રમનગર-3 વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી સર્જાયેલી પાણીની તીવ્ર અછતને પગલે સ્થાનિક રહીશોએ આમ આદમી પાર્ટીના નેતાઓ સમક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો. ધોમધખતા ઉનાળામાં છેલ્લા ચાર દિવસથી પાણી ન મળતા રોષે ભરાયેલા લોકોએ શાસક પક્ષની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાણી માટે વલખાં મારતી જનતા વિક્રમનગર-3 ની છેલ્લી શેરીમાં સ્થિતિ અત્યંત દયનીય બની છે. સ્થાનિક મહિલાઓએ રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભીષણ ગરમીમાં છેલ્લા ચાર દિવસથી નળમાં ટીપું પાણી પણ આવ્યું નથી. પીવા માટે તેમજ રસોઈ અને અન્ય દૈનિક જરૂરિયાતો માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી અનેક પરિવારો પોતાના સગા-સંબંધીઓના ઘરે આશરો લેવા મજબૂર બન્યા છે. 8 થી 10 દિવસથી ચાલી રહેલી આ અનિયમિતતાએ રહીશોની મુશ્કેલીમાં ધરખમ વધારો કર્યો છે. વિકાસના દાવાઓ પર રાજકીય પ્રહારો ઘટના સ્થળે પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપના 30 વર્ષના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, એક તરફ 'સ્માર્ટ સિટી'ના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા સમાન પાણી માટે તરસી રહ્યા છે. રહીશોની ફરિયાદ બાદ પણ તંત્ર દ્વારા માત્ર પોલા આશ્વાસનો આપવામાં આવતા હોવાનો આક્ષેપ 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ આ મામલે 'આપ' દ્વારા વરાછા ઝોનના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકા (SMC)ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પૂર્વવત કરવા માંગ કરવામાં આવી છે. ઉનાળાની આકરી ગરમીમાં જનતાની ધીરજ ખૂટી રહી છે ત્યારે તંત્રની ઉદાસીનતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    ભારત માતા કી જય બોલી રોષ ઠારવાનો પ્રયાસ કર્યો:રાષ્ટ્રવાદ પાછળ સમસ્યાનો ઢાંકપિછાડો કરતા કાર્યકરનો સ્થાનિકોએ ઉધડો લીધો, અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ
    Next Article
    આચાર સંહિતાને કારણે 23 એપ્રિલનો ‘સ્વાગત’ કાર્યક્રમ રદ:હવે 30 એપ્રિલે નાગરિકો પોતાની રજૂઆતો અને સમસ્યાઓ રજૂ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment