Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોયલ પાર્ક ખાતે ભક્તિભાવથી ઉજવાઈ જલારામ જયંતી:જૂનાગઢના રોયલ પાર્કમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 227 મી જન્મજયંતિ ઉજવાઈ, અઢારે વરણના લોકોએ મહાપ્રસાદનો લીધો લાભ અને ધારાસભ્ય આઇજી સહિતના-દિગ્ગજો રહ્યા ઉપસ્થિત.

    7 hours ago

    ​સમગ્ર દેશ અને દુનિયામાં ભગવાન જોગી જલિયાણ જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુનાગઢ શહેરના રોયલ પાર્ક ખાતે લોહાણા સમાજ દ્વારા અઢારે વરણને સાથે રાખી જલારામ બાપાની જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.અઢારે વરણ રોયલ પાર્કમાં જલારામ જયંતીએ પ્રસાદી લીધી, જુનાગઢ આઇજીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. ​રઘુવીર સમાજના આગેવાન અને રોયલ પાર્કમાં રહેતા મનોજભાઈ પોપટે જણાવ્યું હતું કે આજે અમારા વોર્ડ નંબર 11 માં સુપ્રસિદ્ધ રોયલ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 227 મી જન્મજયંતી નિમિત્તે વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે; જેમ કે અન્નકોટનો પ્રસાદ હોય, રોટલાનો મનોરથ હોય કે મહાપ્રસાદ જેવો કાર્યક્રમ હોય. આજે અમારા નિરંતર 16 વર્ષ પૂરા થયા છે અને આ 17 મું વર્ષ છે. આજે ખૂબ ખુશીથી કહેવાનું મન થાય છે કે આજે પણ મિનિમમ 3 થી 4 હજાર માણસ અહીંયા જલારામ ભક્તો પ્રસાદ લેશે. ​આપણા જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તથા આપણા રેન્જના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, પ્રદીપભાઈ કબાણી, સરસ્વતી સ્ટુડિયોના ઓનર મનોજભાઈ જોબનપુત્રા, જુનાગઢ શહેરના કોર્પોરેટરોએ જલારામ બાપાની આરતીનો લહાવો લીધો હતો.અને બોહડી સંખ્યામાં અમારા વોર્ડ નંબર 11 ના વિસ્તારના દરેક લોકો અહીંયા બેસી અને શાંતિથી પ્રસાદ લે છે. આજ અમારા માટે સૌથી મોટી એક ઉપલબ્ધી છે અને બાપાના આશીર્વાદ છે કે આ જે કંઈ પણ કરે છે બાપા કરે છે, અમે કાઈ કરતા નથી. અઢારે વરણના લોકો ત્યાં એક સાથે બેસી અને પ્રસાદ ગ્રહણ કરે છે એ સૌથી મોટા બાપાના આશીર્વાદ છે. ​ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર દુનિયા અને દેશ માટે એક ગૌરવનો દિવસ છે. જેમના માટે રોટલો મોટો હતો અને રોટલો જેને સાર્થક કર્યો છે, એવા જલારામ બાપાની આજે 227 મી જન્મજયંતિ સમગ્ર દેશ અને દુનિયા ઉજવી રહી છે. ત્યારે જૂનાગઢ મહાનગર મહાજન સમાજ દ્વારા બે દિવસથી અલગ-અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે રોયલ પાર્ક પરિવાર દ્વારા જલારામ બાપાની આરતી, છપ્પનભોગના દર્શન અને એ સાથે સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ​ત્યારે હરિની વાત હોય, રોટલાની વાત હોય તો જલારામ બાપા યાદ આવે જ પણ એના જીવનમાંથી આપણે કઈંક શીખી અને એ આપણા જીવનમાં ઉતારશું, તો જલારામ બાપાની સાચી જન્મજયંતી ઉજવી ગણાશે. અને મહાજન સમાજ દ્વારા આ સુંદર આયોજન કરી આવનાર પેઢી યુવાનોની અંદર એક નવી ચેતના પૂરવાનું કામ જ્યારે સમાજ કરી રહ્યો છે ત્યારે હું ખૂબ-ખૂબ એમને ધન્યવાદ આપું છું.
    Click here to Read More
    Previous Article
    બોટાદના શિરવાણીયા સહિતનાં ગામોમાં સિંચાઈના પાણીની અછત:રવિ સિઝનનું 50 ટકા વાવેતર પૂર્ણ, પાકને સમયસર પાણી મળે તે માટે સરકાર પાસે પાણી છોડવાની માંગ
    Next Article
    ટ્રમ્પ, પુતિન અને જિનપિંગે દુનિયા ધૂણાવી:80 વર્ષ પછી ફરી ઉથલપાથલના એંધાણ, સિક્રેટ મીટિંગમાં મોદી કેમ નહીં જાય? ત્રિપુટીનો ખતરનાક એજન્ડા સમજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment