Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડીઝલમાં ભાવ વધારો પાછો ખેંચાયો:બોટના ડિઝલમાં લિટર દીઠ રૂ. 22.43નો વધારો પરત ખેંચાતા માછીમારોમાં ખુશીનો માહોલ

    1 week ago

    ગુજરાતના માછીમારો માટે રાહતના સમાચાર છે. માછીમારી બોટ માટેના ડીઝલમાં લિટર દીઠ રૂ. 22.43નો વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચી લીધો છે. રાજ્ય સરકારની રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી લાખો માછીમારોને મોટી રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા ડીઝલના ભાવમાં આ વધારો ઝીંકવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને સસ્તા દરે ડીઝલ મળી રહે તે માટે BPCL સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે, કંપનીએ અચાનક ભાવ વધારો જાહેર કરતા માછીમારોની મુશ્કેલી વધી હતી. માછીમારોએ આક્ષેપ કર્યો હતો કે, જો આ ભાવ વધારો અમલી રહે તો તેમને ફિશિંગનો વ્યવસાય બંધ કરવાની ફરજ પડશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર સમક્ષ આ મામલે રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે જે રીતે એસ.ટી. નિગમને રાહત અપાય છે, તેમ માછીમારોને પણ 'કન્ઝ્યુમર સેગમેન્ટ' ને બદલે 'રિટેલ ગ્રાહકો' ની સમકક્ષ ગણી રાહત આપવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ BPCL ને ભાવ વધારો પાછો ખેંચવા સૂચના આપવામાં આવી હતી. આ નિર્ણયથી માછીમારોમાં ખુશીનો માહોલ છે. પ્રદેશ માછીમાર સંઘના પ્રમુખ દિનેશ ટેંડેલે જણાવ્યું હતું કે, “અમે ખૂબ ખુશ છીએ. જો રૂ. 22 વધ્યા હોત તો અમારો ધંધો પડી ભાંગત. વડાપ્રધાન અને રાજ્ય સરકારનો આભાર કે તેમણે અમારી વેદના સાંભળી.” ગુજરાતમાં અંદાજિત 15 થી 20 હજાર માછીમારી બોટ કાર્યરત છે. એક બોટને 10-12 દિવસના ફિશિંગ માટે સરેરાશ 2000 લિટર ડીઝલની જરૂર પડે છે. ભાવ વધારો પાછો ખેંચાતા એક ફેરા દીઠ માછીમારોને રૂ. 45,000થી વધુનો સીધો આર્થિક ફાયદો થશે. હવે રાજ્યના માછીમારોને અગાઉના નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ મળશે, જેનાથી મત્સ્યોદ્યોગમાં ફરી તેજી આવવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો:'હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું' લખી યુવાનનો ખોડિયારપરામાં આપઘાત
    Next Article
    ડમ્પર ખરીદીના નામે યુવાન સાથે 14 લાખની છેતરપિંડી:રાજકોટમાં ગઠિયાએ ભાગીદારીમાં ડમ્પરનો ધંધો શરૂ કરીએ કહીને ગારમેન્ટના વેપારીને ફસાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment