Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો:'હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું' લખી યુવાનનો ખોડિયારપરામાં આપઘાત

    1 week ago

    રાજકોટના પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટ પાસે ખોડિયારપરા શેરી નંબર 3માં પ્રતીક કિશોરભાઈ ધોળકિયા (ઉ.વ.31)એ આજે પોતે જ્યાં રૂમ રાખી ભાડે રહે છે ત્યાં લાકડાની ગાડીમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જે કબ્જે કરી બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવાન મુળ શાપર વેરાવળનો વતની હોવાનું અને અહિં પાંચેક દિવસ પહેલા જ રૂમ રાખી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકના ખિસ્સામાંથી મળેલી ચીઠીમાં હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મંરુ છું લખ્યું હતું જો કે યુવાને ક્યાં કારણોસરઆપઘાત કર્યો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધો.12નું પેપર નબળું જતા વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટના ભાવનગર રોડ પર આવેલ થોરાળામાં રહેતો 17 વર્ષીય સગીર ગઈકાલે સાંજે 4 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી ગયો હતો. પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સગીર વિદ્યાર્થીને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલે આવી અને સગીર વિદ્યાર્થીનું નિવેદન લેવા તજવીજ કરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે ટેન્શનમાં રહેતો હતો પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બે બહેનો એકનો એક ભાઈ સગીર વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા જ તેની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે ટેન્શનમાં રહેતો હતો કારણ કે તેનું ઇતિહાસનું પેપર નબળું ગયું હતું. આ ટેન્શનમાં તેણે ફિનાઈલ પી લીધું હતું. હાલ સગીર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હવે કામ થતું નથી, જીંદગીથી કંટાળી મિલપરાના નેપાળી યુવાને ઝેરી દવા પીધી રમેશ શુભાંગભાઈ વિશ્વકર્મા (ઉ.વ.35) ગઈકાલે સાંજે 7.30 વાગ્યાં આસપાસ જ્યુબેલી ગાર્ડનમાં હતો ત્યારે ઉંદર મારવાની દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. રમેશભાઈએ પોલીસને જણાવ્યું કે, તે રેસ્ટોરન્ટમાં પહેલા કામ કરતો પણ અગાઉ શરીરે દાઝી ગયા પછી કામ ધંધો થતો ન હતો જેનાથી કંટાળીને જ્યુબેલી ગાર્ડનમાં દવા પીધી હતી. ત્યારબાદ પછી ઘરે ગયો હતો ત્યાં ઉલ્ટી કરતા પરિવારે પૂછતાં ઝેરી દવા પીધાનું કહ્યું હતું. પરિવારજનોએ તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અહીં ઇમર્જન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ છે. રમેશ પહેલા ચાઈનીઝ પંજાબી રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હાલ તેનાથી કામ થતું ન હોવાથી બેકાર રહેતા પગલું ભર્યું હતું. હાલ પોલીસે તેનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Senegal’s World Cup jerseys to display just one Africa Cup star, not two
    Next Article
    ડીઝલમાં ભાવ વધારો પાછો ખેંચાયો:બોટના ડિઝલમાં લિટર દીઠ રૂ. 22.43નો વધારો પરત ખેંચાતા માછીમારોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment