Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી તાપીમાં છોડાયું:કોઝવેની જળસપાટી તળિયે પહોંચતા દુર્ગંધ અને જીવાતનો ત્રાસ; લોકોનું આરોગ્ય જોખમાતા તંત્ર એલર્ટ

    13 hours ago

    સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલા સિંગણપોર કોઝવેમાં ઉનાળાની શરૂઆતમાં જ ગંભીર જળ સંકટ અને ગુણવત્તાની સમસ્યા ઊભી થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા કોઝવેની સપાટી ચિંતાજનક રીતે ઘટીને 5.10 મીટર સુધી પહોંચી ગઈ છે. પાણીના સ્તર ઘટવાની સાથે જ શહેરમાં પીવાના પાણીમાં દુર્ગંધ અને જીવાત આવવાની ફરિયાદો ઉઠતા સુરત મહાનગરપાલિકા હરકતમાં આવી છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે ઉકાઈ ડેમમાંથી તાત્કાલિક અસરથી 2200 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુર્ગધ યુક્ત પાણીથી સ્થાનિકો પરેશાન સામાન્ય રીતે સુરતના કોઝવેમાં પાણીની સપાટી 6 મીટરની આસપાસ જાળવી રાખવી જરૂરી હોય છે. જો સપાટી 6 મીટરથી નીચે જાય, તો પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગે છે અને વહેણ ધીમું પડતા સ્થિર પાણીમાં અશુદ્ધિઓ જમા થવા લાગે છે. હાલમાં સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, જેના કારણે જળાશયોમાં પાણી ઝડપથી ઓછું થઈ રહ્યું છે. સપાટી ઘટીને 5.10 મીટર થતા હવે તળિયાના ભાગે જમા થયેલો કચરો અને સેવાળને કારણે પાણી પીવાલાયક રહ્યું નથી, તેવી બૂમો પડી રહી છે. ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો કોઝવે વિસ્તારના રહીશો અને શહેરના વિવિધ ઝોનમાંથી ફરિયાદો મળી રહી છે કે નળમાં આવતા પાણીમાં વિચિત્ર પ્રકારની સ્મેલ આવી રહી છે. જ્યારે સપાટી 5 મીટરની નીચે પહોંચે છે, ત્યારે પાણીમાં જીવાત પડવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ સ્થિર અને ગંદા પાણીને કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ઝાડા-ઊલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે, જે સીધો પાણીની કથળતી ગુણવત્તા સાથે જોડાયેલો છે. પાણીની આવકથી જીવાતની સમસ્યા દુર થશે શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવા અને કોઝવેમાં રહેલા ગંદા પાણીને રિપ્લેસ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ રાજ્યના સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધ્યું હતું. આ બેઠકના અંતે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની મંજૂરી મેળવવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી દર સેકન્ડે 2200 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડિસ્ચાર્જ આગામી સતત એક અઠવાડિયા સુધી જાળવી રાખવામાં આવશે. સતત વહેતા પાણીને કારણે કોઝવેની સપાટી ફરીથી 6 મીટરની ઉપર લાવવામાં આવશે, જેનાથી પાણીમાં ઓક્સિજન ભળશે અને દુર્ગંધ તેમજ જીવાતની સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    મેડિકલ સ્ટોર ચલાવનાર ઉત્પલ પટેલનું ગિફ્ટ સિટીના નામે કરોડોનું ફુલેકું:લાખોના વળતરની લાલચે ઘણાએ લોન લઈ રૂપિયા રોક્યા, 5 રાજ્યના લોકોને કેવી રીતે ટ્રેપમાં ફસાવ્યા?
    Next Article
    ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન રેલી યોજાઈ:ગૌ સંરક્ષણ માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment