Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન રેલી યોજાઈ:ગૌ સંરક્ષણ માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

    14 hours ago

    ભરૂચ શહેરમાં 7 મે 2026ના રોજ "ગૌ સન્માન આહવાન અભિયાન" અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગૌપ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગૌ સંરક્ષણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શણગારેલી ગૌમાતા સાથે ઢોલ-નગારા અને જયઘોષ વચ્ચે આ ભવ્ય રેલી પાંજરાપોળથી શરૂ થઈ હતી. તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત, ગૌમાતાને "રાષ્ટ્રમાતા", "રાષ્ટ્રદેવ", "રાષ્ટ્ર આરાધ્યા", "રાષ્ટ્ર ધરોહર" અને "રાષ્ટ્ર આધાર" તરીકે સન્માન આપવાની પણ માંગણી કરાઈ હતી. આવેદનપત્રમાં ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે કેન્દ્રીય કાયદો અમલમાં મૂકવા તેમજ અલગ કેન્દ્રીય ગૌ મંત્રાલયની રચના કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લાના ગૌપ્રેમીઓ, જીવદયા પ્રેમીઓ અને હિન્દૂ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે, ગૌમાતા માત્ર આસ્થાનું પ્રતિક નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ અંગ છે. ગૌસેવા અને ગૌ સંરક્ષણ માટે સમાજના તમામ વર્ગોએ એકજૂટ બની કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઉકાઈ ડેમમાંથી 2200 ક્યુસેક પાણી તાપીમાં છોડાયું:કોઝવેની જળસપાટી તળિયે પહોંચતા દુર્ગંધ અને જીવાતનો ત્રાસ; લોકોનું આરોગ્ય જોખમાતા તંત્ર એલર્ટ
    Next Article
    🟠West Bengal Election Results Live | જેનો ડર હતો એ જ થયું! | Mamata Banerjee | Suvendu Adhikari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment