Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના સરંભડામાં 220 KV વીજ લાઇનનો વાયર તૂટ્યો:ખેતરમાં વીજ ઉપકરણો બળીને ખાખ, મગફળીના પાકમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં

    4 days ago

    મોરબીના હળવદ તાલુકાના સરંભડા ગામ પાસેથી પસાર થતી સરકારી 220 કેવીની વીજ લાઈનનો વાયર અચાનક તૂટી પડવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનાના કારણે ખેતરોમાં ઊભેલા પાક અને સાધન-સામગ્રીને વ્યાપક નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. સરંભડા ગામે ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું અને પાકને પાણીનું પિયત આપવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક હેવી વીજ લાઈનનો વાયર તૂટીને ખેતરમાં પડ્યો હતો. લાઈનમાં ભારે વીજ પ્રવાહ ચાલુ હોવાને કારણે ખેતરોમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટરો અને વીજ વાયરો બળીને ખાખ થઈ ગયા છે. વીજ પ્રવાહ સતત ચાલુ રહેવાને કારણે ખેતરોના તાર અને આસપાસના વિસ્તારમાં કરંટ ફેલાઈ ગયો છે, જેનાથી ખેડૂતો માટે પોતાના જ ખેતરમાં પ્રવેશવું અત્યંત જોખમી બન્યું છે. આ ગંભીર બનાવ અંગે જવાબદાર વીજ કંપનીના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વીજ પ્રવાહ બંધ કરી તૂટી પડેલા વાયરને રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતોની સુરક્ષા સામે સવાલો ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબી જિલ્લાના જેતપર ગામે પણ ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને લાઈનો સામે મોરચો ખોલવામાં આવ્યો હતો. ખેડૂતો પોતાની ભાવિ પેઢીની સુરક્ષા માટે ખેતરોમાંથી થાંભલા ખસેડવાની માંગ કરી રહ્યા છે. સરંભડા ગામની આ ઘટનાએ ફરી એકવાર ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઈનોની સુરક્ષા અને ખેડૂતોના જીવના જોખમનો ગંભીર પ્રશ્ન એરણે મૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ભાટવાળા મંડળ દ્વારા ગણેશ આગમન યાત્રા:ગણપતિ બાપ્પાના જયઘોષ ગુંજી ઉઠ્યા, ભક્તિમય માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
    Next Article
    ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 1535 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ:800થી વધુને નોટિસ, 5.5 ટન અખાદ્ય ખોરાકનો નાશ; 28.75 લાખનો દંડ, 6 દિવસમાં 320 અધિકારીની ટીમની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment