Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ 1535 હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ:800થી વધુને નોટિસ, 5.5 ટન અખાદ્ય ખોરાકનો નાશ; 28.75 લાખનો દંડ, 6 દિવસમાં 320 અધિકારીની ટીમની કાર્યવાહી

    4 days ago

    સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને આરોગ્ય મંત્રી, મ્યુનિસિપલ કમિશનર તથા મેયરના આદેશથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન છેલ્લા 6 દિવસમાં 20 ફૂડ સેફ્ટી ઓફિસર અને 300 જેટલા સેનિટરી ઇન્સ્પેક્ટર સહિતના આરોગ્ય કર્મીઓએ 1,535 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં આકસ્મિક તપાસ કરી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન 5.5 ટન જેટલો અખાદ્ય અને વાસી ખોરાક જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનારા 82 એકમોને તાત્કાલિક અસરથી બંધ કરાવાયા છે, 817 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને અંદાજે ₹28.75 લાખનો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ગંદકી અને એક્સપાયરી ડેટની ચીજો મળતાં એકમો સીલ કરાયા આરોગ્ય અધિકારી પ્રવીણ ઉમરીગરે જણાવ્યું હતું કે, પાંડેસરા સહિતના વિસ્તારોમાં તપાસ દરમિયાન સડેલા બટાકા-ટામેટા, અસ્વચ્છ ફ્રિજ અને એક્સપાયરી ડેટવાળી સામગ્રી મળી આવી હતી. જે એકમોમાં પ્રોપર સ્ટોરેજ, ડીપ ફ્રીઝરની સગવડ ન હોય કે કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટનો અભાવ હોય તેવા એકમો સામે આકરાં પગલાં લેવાયાં છે. નાની ક્ષતિઓ માટે સ્થળ પર નોટિસ આપી સુધારો કરાવાયો હતો, જ્યારે ગંભીર બેદરકારી સામે સીલિંગની કાર્યવાહી કરાઈ છે. રવિવારે પણ આ ચેકિંગ અભિયાન અવિરત ચાલુ રાખવામાં આવ્યું હતું. ગ્રાહકો માટે ડિસ્પ્લે બોર્ડ અને ફરિયાદ નંબર મુકવા ફરજિયાત તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કડક સૂચના આપતાં તેમણે જણાવ્યું કે, કિચન સ્ટાફે કેપ અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે તેમજ કિચનની સ્વચ્છતા, એક્ઝોસ્ટ ફેન અને ડ્રેનેજની સુવિધા સુનિશ્ચિત કરવી પડશે. રેસ્ટોરન્ટમાં સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે કે તેઓ અસલી દૂધની પ્રોડક્ટ્સ (પનીર, ચીઝ) વાપરે છે કે એનાલોગ, તેમજ કયા ખાદ્યતેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા દરેક રેસ્ટોરન્ટમાં સંબંધિત ફૂડ સેફ્ટી ઓફિસરનો ફોન નંબર પણ પ્રદર્શિત કરાવાશે, જેથી નાગરિકો ફરિયાદ કરી શકે અને તંત્ર તાત્કાલિક એક્શન લઈ શ
    Click here to Read More
    Previous Article
    હળવદના સરંભડામાં 220 KV વીજ લાઇનનો વાયર તૂટ્યો:ખેતરમાં વીજ ઉપકરણો બળીને ખાખ, મગફળીના પાકમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
    Next Article
    Gujarat Breaking News | 2 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment