Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસ બેડામાં મોટો ફેરબદલ:22 PSIની આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હાજર થવા સૂચના

    17 hours ago

    પાટણ જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકે વહીવટી સુધારાના ભાગરૂપે 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને બિન હથિયારી PSIની આંતરિક બદલીના આદેશ જારી કર્યા છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવા સ્થાને હાજર થવા સૂચના અપાઈ છે. સત્તાવાર હુકમ મુજબ, કુલ 7 બિન હથિયારી PSI અને 15 હથિયારી/બિન હથિયારી PSI સહિત 22 અધિકારીઓની બદલી થઈ છે. આ બદલીઓમાં લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અને લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. લીવ રિઝર્વમાં રહેલા 9 PSIને વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. બદલી કરાયેલા અધિકારીઓમાં જે.આર. ચૌધરીને સરસ્વતી પોલીસ સ્ટેશન, એમ.કે. ઝાલાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન અને આર.ડી. ચૌહાણને IUCAW શાખામાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, એ.બી. મહેરિયાને હારીજ અને આર.બી. વાઘીયાને રાધનપુર ખાતે નિમણૂક અપાઈ છે. અન્ય ફેરફારોમાં, કાકોશી પોલીસ સ્ટેશનના પી.વી. ચૌધરીની બદલી LCB શાખામાં કરવામાં આવી છે, જ્યારે સિદ્ધપુરના જે.ટી. ગઢવીને રણુંજ ખાતે મુકાયા છે. પાટણ સીટી બી-ડિવિઝનમાં ફરજ બજાવતા એચ.આર. ગાડીયાની બદલી બાલીસણા ખાતે કરવામાં આવી છે. મહિલા સુરક્ષા અને વહીવટી પાસાઓને ધ્યાનમાં રાખીને, એ.ડી. ભટ્ટને મહિલા પોલીસ સ્ટેશન અને પી.વી. વસાવાને શંખેશ્વર પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. હુકમમાં જણાવાયું છે કે, તમામ બદલી થયેલા અધિકારીઓએ પોતાની વર્તમાન ફરજ પરથી છૂટા થઈ તાત્કાલિક નવા નિમણૂક સ્થળે હાજર થઈ જિલ્લા પોલીસ કચેરીને જાણ કરવી પડશે. સાયબર પોલીસ સ્ટેશનના એચ.ડી. મકવાણાને પાટણ સીટી બી-ડિવિઝનના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં થયેલા આ ફેરફારથી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં વધુ મજબૂતી આવશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર આજે સુનાવણી:મહિલાઓનું ખતના અને મસ્જિદમાં સ્ત્રીઓના નમાઝ પઢવા પર પણ સુપ્રીમ કોર્ટમાં દલીલ થશે
    Next Article
    વલસાડ જિલ્લા પંચાયતના નવા સીમાંકન બાદ રાજકીય સીનેરીયો બદલાયો:50 ટકા મહિલા અનામત બેઠક મળતાં મહિલાઓને નવું નેતૃત્વ મળશે, યુવાઓને મળશે નેતૃત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment