Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર આજે સુનાવણી:મહિલાઓનું ખતના અને મસ્જિદમાં સ્ત્રીઓના નમાઝ પઢવા પર પણ સુપ્રીમ કોર્ટમાં દલીલ થશે

    15 hours ago

    કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનો આદેશ ચાલુ રહે કે નહીં, સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેન્ચ આજથી આ મામલે સુનાવણી કરશે. મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ, દાઉદી બોહરા સમુદાયમાં મહિલાનું ખતના અને બીજા ધર્મમાં લગ્ન કરનારી પારસી મહિલાઓને ધાર્મિક સ્થળોમાં જવાનો અધિકાર મળે કે નહીં, કોર્ટ આના પર પણ નિર્ણય કરશે. ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ સંબંધિત આ સવાલો છેલ્લા 26 વર્ષથી દેશની અલગ-અલગ અદાલતોમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેન્ચ આજથી 22 એપ્રિલ સુધી 50થી વધુ અરજીઓ પર અંતિમ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં 7 એપ્રિલની સવારે 10.30 વાગ્યે સબરીમાલા રિવ્યુ કેસની સુનાવણી શરૂ થશે. રિવ્યુ પિટિશનરો અને તેમને સપોર્ટ કરનારા 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી, વિરોધ કરનારા 14 એપ્રિલથી 16 એપ્રિલ સુધી દલીલો રજૂ કરી શકશે. 9 જજોની બેન્ચ 5 મુદ્દાઓ પર સુનાવણી કરશે 1. સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ: શું તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશનો અધિકાર છે? બેન્ચ નક્કી કરશે કે વર્ષ 2018માં ઇન્ડિયન યંગ લોયર એસોસિએશન Vs સ્ટેટ ઓફ કેરળ કેસમાં હાઈકોર્ટનો નિર્ણય સાચો હતો કે નહીં. મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના આ નિર્ણયની સમીક્ષા કરવા માટે મંદિરના પૂજારી સહિત કેટલીક સંસ્થાઓએ અરજી કરી છે, તો કેટલાક સંગઠનો તેની વિરુદ્ધ છે. 2. દાઉદી બોહરા સમુદાયમાં મહિલાઓનું ખતના: શું આ પ્રથા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે? 2017માં એડવોકેટ સુનીતા તિવારીએ દાઉદી બોહરા સમુદાયમાં મહિલા ખતનાનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 3. મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ: શું મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકી શકાય છે. 2016માં યાસમીન ઝુબેર અહેમદ પીરઝાદા નામની મહિલાએ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 4. પારસી મહિલાઓનો અગ્નિમંદિરમાં પ્રવેશ: શું બિન-પારસી સાથે લગ્ન કરનાર પારસી મહિલાને અગ્નિમંદિરમાં પ્રવેશતા રોકી શકાય છે? 2012માં પારસી મહિલા ગુલરૂખ એમ ગુપ્તાએ હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેમને પારસી ધર્મસ્થાનોમાં પ્રવેશતા રોકવામાં આવ્યા. તેમણે આના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પારસી મહિલાઓના ધાર્મિક અધિકારને લઈને અરજી કરી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 5. મુસ્લિમ પર્સનલ લો સાથે સંકળાયેલા લિંગભેદભાવના પ્રશ્નો: શું વ્યક્તિગત કાયદાઓને મૂળભૂત અધિકારોની કસોટી પર ચકાસી શકાય છે? અગાઉની સુનાવણીમાં કોર્ટે 7 સવાલો નક્કી કર્યા 13 જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે સીધી પુનર્વિચાર અરજીઓ પર નહીં, પરંતુ આર્ટિકલ 25 (ધાર્મિક સ્વતંત્રતા) અને આર્ટિકલ 14 (સમાનતા) વચ્ચે સંતુલન તથા આવશ્યક ધાર્મિક પ્રથાઓ જેવા સિદ્ધાંતો પર વિચાર કરશે. 14 થી 23 જાન્યુઆરી દરમિયાન ચાલેલી સુનાવણીમાં અરજદારોએ મહિલાઓના બહિષ્કારને ગેરબંધારણીય ગણાવ્યો, જ્યારે ધાર્મિક પક્ષે આસ્થા અને આર્ટિકલ 26 હેઠળની સ્વતંત્રતાનો હવાલો આપતા ન્યાયિક હસ્તક્ષેપ મર્યાદિત રાખવાની માંગ કરી. આ દરમિયાન કોર્ટે આવશ્યક ધાર્મિક પ્રથાઓ અને ન્યાયિક સમીક્ષાની મર્યાદાઓ પર સવાલો ઉઠાવ્યા. 3 થી 7 ફેબ્રુઆરી દરમિયાન પણ ચર્ચા ચાલુ રહી, જ્યાં સમાનતા વિરુદ્ધ ધાર્મિક સ્વતંત્રતા અને ન્યાયિક મર્યાદાના મુદ્દાઓ પર ચર્ચા થઈ. પરંતુ કોવિડ-19ના કારણે સુનાવણી રોકી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે નિર્ણય યથાવત રાખ્યો તો શું બદલાશે જો સુપ્રીમ કોર્ટની 9 જજોની બેન્ચ કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેન્ચના નિર્ણયને યથાવત રાખે છે, તો ભવિષ્યમાં ધાર્મિક બાબતોમાં કોર્ટના હસ્તક્ષેપની મર્યાદા નક્કી થઈ શકે છે. સબરીમાલામાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશ નહીં, સંપૂર્ણ મામલો 5 મુદ્દાઓમાં સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેનું કારણ માસિક ધર્મ છે, કારણ કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અશુદ્ધ માનવામાં આવે છે. તેમને ધાર્મિક વિધિઓમાં ભાગ લેવાથી રોકવામાં આવે છે. શબરીમાલા મંદિરની પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન અયપ્પા એક બ્રહ્મચારી છે, જેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે, અને આ જ કારણસર એક નિશ્ચિત વય જૂથની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવતી ન હતી. આના પર વિવાદ છે. 1990માં મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને વિવાદ ઊભો થયો. સમય જતાં, આ મામલો સ્થાનિક કોર્ટમાં ગયો અને પછી સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 2006માં સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પાઠવી હતી. આ કેસ 2008માં 3 જજોની બેન્ચને સોંપવામાં આવ્યો હતો. 7 વર્ષ પછી 2016માં સુનાવણી થઈ. ત્યારબાદ 2017માં તત્કાલીન CJIની 3 જજોની બેન્ચે આ કેસ 5 જજોની બંધારણીય બેન્ચને સોંપ્યો. 2018માં બંધારણીય બેન્ચે 4-1ની બહુમતીથી ચુકાદો આપ્યો કે સબરીમાલામાં તમામ વય જૂથની મહિલાઓને પ્રવેશ આપવો જોઈએ. પ્રતિબંધ ગેરબંધારણીય છે. ત્યારબાદ મોટા વિરોધ વચ્ચે બે મહિલા બિંદુ કનકદુર્ગા અને બિંદુ અમ્મિનીએ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ 2019માં 7 જજોની બેન્ચે આ મુદ્દો 9 જજોની મોટી બેન્ચને મોકલી આપ્યો હતો. ત્યારે અન્ય ધર્મોની મહિલાઓ સાથે સંબંધિત કેસો પણ તેમાં ઉમેરવામાં આવ્યા હતા. સબરીમાલા કેસ પર કોણે શું કહ્યું કેન્દ્રએ વલણ બદલ્યું: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 2018-2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું. કહ્યું હતું કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ, લૈંગિક સમાનતા વિરુદ્ધ કોઈ પણ પ્રથા ન હોવી જોઈએ. જોકે, બાદમાં 2019-2020ના રિવ્યુ સ્ટેજ દરમિયાન કેન્દ્રએ થોડું સંતુલિત વલણ અપનાવતા કહ્યું કે આ મામલો વ્યાપક બંધારણીય પ્રશ્નો (ધર્મ વિરુદ્ધ સમાનતા) સાથે જોડાયેલો છે અને તેને બંધારણીય બેન્ચ નક્કી કરે. અખિલ ભારતીય સંત સમિતિ: 2019ની અરજીમાં સમિતિએ કહ્યું છે કે અદાલતો ધાર્મિક બાબતોમાં ત્યારે જ હસ્તક્ષેપ કરે જ્યારે તે જાહેર વ્યવસ્થા, નૈતિકતા કે સ્વાસ્થ્યની વિરુદ્ધ હોય. અનુચ્છેદ 14નો ઉપયોગ અનુચ્છેદ 25ના અધિકારને ખતમ કરવા માટે ન થાય. કેરળ સરકાર: જૂની ધાર્મિક પરંપરાઓમાં ફેરફાર કરતા પહેલાં ધર્મના વિદ્વાનો અને સમાજ સુધારકોની સલાહ જરૂરી છે. અદાલત પ્રથાઓની તર્કસંગતતા નહીં, પરંતુ તે જુએ કે લોકો તેને ઈમાનદારીથી ધર્મનો ભાગ માને છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ: અદાલતો ‘જરૂરી ધાર્મિક પ્રથા’ નક્કી કરવાનું ટાળે, કારણ કે તેનાથી અનુચ્છેદ 25-26 હેઠળ મળેલી ધાર્મિક સ્વતંત્રતામાં હસ્તક્ષેપ થઈ શકે છે. કોઈ ધર્મના ‘મૂળ’ની ઓળખ કરવી વ્યક્તિગત વિશ્વાસ પર નિર્ભર છે. જૈન સમુદાય: કોઈપણ ધર્મની પ્રથાઓ નક્કી કરવાનો અધિકાર તે જ ધર્મના લોકોનો છે. સરકાર કે કોર્ટે એ નક્કી ન કરવું જોઈએ કે શું ધાર્મિક છે અને શું નહીં. સબરીમાલામાં 2 મહિલાઓની એન્ટ્રી પછી મંદિર ધોવાયું, પ્રદર્શનો થયા; 5 તસવીરો… સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ કરવાની મંજુરી મળ્યા પછી 45 વર્ષીય બિંદુ કનકદુર્ગા અને 46 વર્ષીય બિંદુ અમ્મિનીએ ભારે પોલીસ સુરક્ષામાં પહેલીવાર સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આના વિરોધમાં મંદિરના પૂજારીઓએ આખા મંદિરને ધોયું હતું. જ્યારે કોચી સહિત કેરળમાં ઘણી જગ્યાએ પ્રદર્શનો થયા હતા. મહિલાઓના મંદિરમાં પ્રવેશવાનો જોરદાર વિરોધ થયો હતો. 2 જાન્યુઆરીએ કોચીમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’:ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ, બીજી બાજુ UNમાં ચીન-રશિયા બન્યા ‘સંકટમોચન’
    Next Article
    પાટણ પોલીસ બેડામાં મોટો ફેરબદલ:22 PSIની આંતરિક બદલી, તાત્કાલિક નવા સ્થળે હાજર થવા સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment