Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં 22 ઓગસ્ટે વીજ પુરવઠો બંધ રહેશે:PGVCL કેબલ બદલશે, ટાઉન સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થશે

    2 days ago

    લાલપુર શહેરમાં 22 ઓગસ્ટ, 2026ના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. PGVCL દ્વારા કેબલ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 8:30 થી બપોરના 12:00 વાગ્યા સુધી વીજળી નહીં મળે. આ કામગીરી લાલપુર 66 કે.વી. સબસ્ટેશનથી નીકળતા લાલપુર ટાઉન ફીડરમાં MVCC કેબલ બદલવા માટે કરવામાં આવશે. આ દરમિયાન ટેભડા AG અને લાલપુર ટાઉન બંને ફીડર બંધ રાખવામાં આવશે. વીજ પુરવઠાથી પ્રભાવિત થનારા વિસ્તારોમાં ટેભડા AG આખો વિસ્તાર, સહકાર પાર્ક, સદગુરુ નગર, સરિતા પાર્ક, લક્ષ્મી પાર્ક, મામલતદાર કચેરી, ગાયત્રી સોસાયટી, કોર્ટ વિસ્તાર, હનુમાન મંદિર વિસ્તાર, મધુરમ એવન્યુ, સાંદીપની સ્કૂલ, મચ્છુનગર, ગોહિલવાસ, વ્રજભૂમિ સોસાયટી, દ્વારિકાધીશ સોસાયટી, હોસ્પિટલ રોડ અને રાબડીયા શેરીનો સમાવેશ થાય છે. PGVCL દ્વારા જણાવાયું છે કે કેબલ બદલવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી SP સંજય ખરાતની અનોખી પહેલ:ડુંગર પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી કરાઈ; અરજદારોને રૂબરૂ મળી પ્રતિભાવ લીધા
    Next Article
    રિવરફ્રન્ટ પર અક્ષર ક્રૂઝ ખાતે ‘નવસ્ત્વ નવરાત્રિ 2026’નું લોન્ચિંગ:11થી 20 ઓક્ટોબર અમદાવાદના 9 બ્રધર્સ પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ યોજાશે, સિંગર દિવ્યા ચૌધરી લોકોને પોતાના તાલે રમાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment