Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની રાત્રે દેશભરમાં આગથી 22 લોકોનાં મોત:MPમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, ધારાશિવમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત; મુંબઈના લોખંડવાલામાં એકનું મોત

    11 hours ago

    દિવાળીની રાત્રે દેશનાં અનેક શહેરોમાં ફટાકડાં અને અન્ય કારણોસર લાગેલી આગમાં 22 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ છે. સૌથી વધુ મોત મધ્યપ્રદેશમાં થયા છે, જ્યાં બે અલગ-અલગ ઘરોમાં આગ લાગવાથી 12 લોકોનાં જીવ ગયા છે. તેમજ, મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં કરિયાણાની દુકાનની ઉપર આવેલા મકાનમાં રહેતા એક જ પરિવારના 6 લોકોનાં મોત થયા. મુંબઈના લોખંડવાલામાં આગ લાગવાની અન્ય એક ઘટનામાં પણ એક વ્યક્તિનું મોત થયું. મધ્યપ્રદેશના કટની જિલ્લામાં મકાનમાં આગ લાગવાથી એક જ પરિવારના 6 લોકોનાં મોત થયા છે. તેમાં 2 મહિનાનું બાળક પણ સામેલ છે. બીજી તરફ, સિવાની જિલ્લામાં સરાફા વેપારીના મકાનમાં આગ લાગવાથી 6 લોકોનાં મોત થયા છે. રાજસ્થાનના પાલીમાં ફટાકડાંની દુકાનમાં આગ લાગવાથી બે લોકોનાં મોત થયા અને ત્રણ લોકો ગુમ છે. આગની ઝપેટમાં ત્રણ દુકાનો અને અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ થઈ ગયા. બીજી તરફ, દિલ્હીના નરેલામાં રૉકેટ ફટાકડો પેટમાં વાગવાથી 10 વર્ષના બાળકનું મોત થયું. જમ્મુમાં 12 દુકાનો-નાગપુરમાં બાઇકનો શોરૂમ સળગ્યો જમ્મુના નેહરુ માર્કેટમાં આગને કારણે 12થી વધુ દુકાનો સળગી ગઈ, જ્યારે ઉત્તર પ્રદેશના બાંદામાં ભંગારની દુકાનમાં આગ લાગવાથી આશરે 20-25 લાખ રૂપિયાનું નુકસાન થયું. નાગપુરમાં ટીવીએસ શોરૂમમાં આગ લાગવાથી અનેક ટુ-વ્હીલર સળગી ગયા. પુણેમાં આગની 63 ઘટનાઓ બની. તેમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. આગની ઘટનાઓના 3 ફોટા… મુંબઈના ડોંગરીમાં ઝૂંપડપટ્ટીઓ સળગી મુંબઈના ડોંગરી વિસ્તારમાં આગ લાગવાથી અનેક દુકાનો અને ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ થઈ ગઈ, જ્યારે દાદરના કામગાર સ્ટેડિયમમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડના જવાનોએ 17 મિનિટમાં કાબૂ મેળવી લીધો. મુંબઈના લોખંડવાલામાં આગ લાગવાની બીજી એક ઘટનામાં પણ એક વ્યક્તિનું મોત થયું. મહારાષ્ટ્રના થાણેમાં 17 માળની ઇમારતમાં આગ લાગી. થાણેમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઉપરાંત આસામના જોનાઈ, પુણેના વડગાંવ શેરી, મુંબઈના વિદ્યાવિહાર, સિક્કિમના ગંગટોકમાં સરકારી આવાસ અને ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓ બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો રાહત તથા બચાવ કામગીરીમાં જોડાયેલી રહી. ---------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-NCRમાં ફટાકડાંના ધુમાડાથી હવા જોખમી સ્તરે, AQI 418, યુપીના 15 શહેરોમાં ગાઢ ધુમ્મસ દિવાળી બાદ સોમવારે સવારે દિલ્હી-NCRની હવાની ક્વોલિટી ગંભીર કેટેગરીમાં પહોંચી ગઈ. રવિવારે દિવાળીના દિવસે લોકોએ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા, જેના કારણે સોમવારે સવારે દિલ્હી-NCRના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘણી ઓછી રહી.
    Click here to Read More
    Previous Article
    વિવાદ પર દલેર મહેંદીએ તોડ્યું મૌન:કહ્યું- શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે, પરિવાર સૌથી મોટી તાકાત બન્યો; નેતાએ મંચ પર અપમાનિત કર્યા હતા
    Next Article
    થોડીવારમાં અમિત શાહ ઈસ્કોનથી સાણંદ ચોકડીનો ઓવરબ્રિજ ખુલ્લો મૂકશે:ગાંધીનગર સુધી નોનસ્ટોપ વાહન દોડશે, કેન્દ્રીય ગૃહ મંત્રી 9 હજાર મકાનનો ડ્રો કરી જાહેરસભાને સંબોધશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment