Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ પર દલેર મહેંદીએ તોડ્યું મૌન:કહ્યું- શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે, પરિવાર સૌથી મોટી તાકાત બન્યો; નેતાએ મંચ પર અપમાનિત કર્યા હતા

    9 hours ago

    ઉત્તરાખંડમાં એક પરફોર્મન્સ દરમિયાન એક નેતાએ દલેર મહેંદી પર નશામાં ગીત ગાવાનો આરોપ લગાવીને તેમનું ઘણું અપમાન કર્યું હતું. તેમની પાસેથી માફી માગવાની માંગ કરવામાં આવી હતી અને અનેક સેલિબ્રિટીઝે પણ આ ઘટનાની ટીકા કરી હતી. હવે લાંબા વિવાદ બાદ ખુદ દલેર મહેંદીએ આ અંગે મૌન તોડ્યું છે. તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દિવાળીની શુભેચ્છા પાઠવતાં લખ્યું, ‘વર્ષોથી મને મારા ગીતો અને દરેક મંચ પર લોકોનો ભરપૂર પ્રેમ મળતો રહ્યો છે. પરંતુ તાજેતરના દિવસોમાં મારી સાથે જે થયું અને મેં જે અનુભવ્યું, તેને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તમે સૌ જે રીતે મારી સાથે ઊભા રહ્યા, મારા સમર્થનમાં બોલ્યા, મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને પ્રેમ આપ્યો, તેના માટે હું જેટલો પણ આભાર માનું, તેટલો ઓછો છે.’ આગળ તેમણે લખ્યું, ‘આ મુશ્કેલ સમયમાં મારો પરિવાર મારી સૌથી મોટી તાકાત બની રહ્યો. મારા ભાઈ મીકાએ મજબૂતીથી મારો સાથ આપ્યો. મારી પત્ની તરને પોતાના સાહસ અને અતૂટ વિશ્વાસથી મને હિંમત આપી. ગુરદીપે શાંત રહીને દરેક પરિસ્થિતિનો સામનો કર્યો અને મારી દીકરીઓ રબાબ, અજીત અને પ્રભજોતે મને નિઃશર્ત પ્રેમ આપ્યો. મારા પરિવારના દરેક સભ્યે પોતાની રીતે મારો સાથ આપ્યો. હું નસીબદાર છું કે તેઓ બધા મારી સાથે છે. સંગીત અને મનોરંજન ઉદ્યોગના તમામ લોકો, દેશના ખૂણે-ખૂણેથી મારું હાલચાલ જાણનારાઓ, મારા ચાહકો અને સમગ્ર દેશનો દિલથી આભાર.’ નોટમાં આગળ દલેર મહેંદીએ લખ્યું, ‘પરિવાર માત્ર એ લોકો નથી હોતાં, જેમના ઘરે આપણો જન્મ થયો હોય, પરંતુ એ લોકો પણ પરિવાર હોય છે, જે મુશ્કેલ સમયમાં આપણી સાથે ઊભા રહે છે. આજે હું આ વાતને ઊંડાણપૂર્વક સમજી શકું છું. ઘણીવાર કોઈ કલાકારની ચર્ચા ત્યારે થાય છે, જ્યારે તે આ દુનિયામાં રહેતો નથી અને પોતાની પ્રશંસા સાંભળવા માટે હાજર પણ હોતો નથી. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે મને મારા જીવનકાળમાં જ આટલો પ્રેમ જોવાનો અને અનુભવવાનો મોકો મળ્યો.’ વાંચો, દલેર મહેંદીનો સમગ્ર વિવાદ શું છે? દલેર મહેંદીએ 18 ઑક્ટોબરે ટિહરીના 'સિદ્ધપીઠ મા કુન્જાપુરી પર્યટન અને વિકાસ મેળા'માં પરફોર્મન્સ આપ્યું હતું. તેઓ વચ્ચે-વચ્ચે ગાઈ રહ્યા હતા, ત્યારે ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી સુબોધ ઉનિયાલ મંચ પર આવ્યા અને ઠપકો આપતાં કહ્યું- તમે દારૂ પીને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો, ગાઈ પણ રહ્યા નથી. તમને ખબર છે ને કે અહીંથી એક ગાયકને માર મારીને ભગાડવામાં આવ્યો હતો. તેને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેનો પિતા પણ હવે અહીં આવી શકતો નથી. દલેર મહેંદીએ કોઈ જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ ઊભા રહ્યા. તેઓ ખૂબ જ અસહજ દેખાઈ રહ્યા હતા, પરંતુ થોડી વાર પછી તેમણે ફરીથી ગાવાનું શરૂ કરી દીધું. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દલેર મહેંદીના ભાઈ અને ગાયક મીકા સિંહ ભડકી ઊઠ્યા અને કહ્યું કે દલેર મહેંદીએ જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી. મીકાએ જણાવ્યું કે દલેર મહેંદીની તબિયત ખરાબ હતી, તેમ છતાં તેમણે લગભગ દોઢ કલાક સુધી પરફોર્મ કર્યું. સાથે જ તેમણે કહ્યું કે જો મંત્રીએ માફી નહીં માગી, તો કલાકારો ઉત્તરાખંડ આવવાનું બંધ કરી દેશે. શિલ્પા શેટ્ટી, રાજપાલ યાદવ, અનુપમ ખેર, બાદશાહ, શાન, કપિલ શર્મા સહિત અનેક સેલેબ્સે મંત્રીના વલણની કડક નિંદા કરી. મંત્રીએ કહ્યું- રાજીનામું આપવું મંજૂર છે, પરંતુ માફી નહીં માંગું ફ્રી પ્રેસ જનરલના અહેવાલ અનુસાર, કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલને પૂછવામાં આવ્યું કે જો ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ તેમને દલેર મહેંદી પાસે માફી માંગવાનો નિર્દેશ આપે તો તેઓ શું કરશે, ત્યારે ઉનિયાલે કહ્યું કે તેઓ માફી માંગવાને બદલે પોતાના પદ પરથી રાજીનામું આપવાનું પસંદ કરશે. તેમણે કહ્યું કે જીવનમાં કોઈપણ પદ કે વસ્તુ કરતાં આત્મસન્માન વધુ મહત્વપૂર્ણ હોય છે અને તેઓ તેની સાથે કોઈ સમાધાન નહીં કરે. અભિજીત ભટ્ટાચાર્યએ દલેર મહેંદીની ટીકા કરી, પુત્ર ગુરદીપે આપ્યો જવાબ તાજેતરમાં છત્તીસગઢના એક કાર્યક્રમમાં પરફોર્મ કરતી વખતે અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું, ‘એક કેસ થયો હતો, જ્યાં મંત્રી સાહેબ સ્ટેજ પર આવીને કહેવા લાગ્યા કે તમે ગાઈ નથી રહ્યા, તમારાથી ઊભા પણ નથી થવાઈ રહ્યું. તેઓ સાચું કહી રહ્યા હતા, પરંતુ તેઓ વિલન બની ગયા. પરંતુ આ જ સ્ટેજ પર આવું થાય છે. તમે લોકો છત્તીસગઢમાં આવું થવા ન દેશો. હું બેસૂરું ગાઈશ, થાકી જઈશ, પરંતુ લાઇવ જ ગાઈશ. હું ક્યારેય તમને લોકો સાથે છેતરપિંડી નહીં કરું. ગીતના નામે માત્ર મોં નહીં હલાવું.’ અભિજીતના નિવેદન પર દલેર મહેંદીના પુત્ર ગુરદીપ ભડકી ગયા. તેમણે પિતાનો બચાવ કરતાં કહ્યું કે ખરાબ સમય ક્યારેય પણ આવી શકે છે. ગુરદીપે એક પરફોર્મન્સ દરમિયાન દર્શકોને કહ્યું- ‘તમને જાણીને ખુશી થશે કે અમે જેટલું પણ ગાઈ રહ્યા છીએ, લાઈવ ગાઈ રહ્યા છીએ, કોઈ લિપ સિંકિંગ થઈ રહ્યું નથી. આ માટે પાપાજીનો આભાર, એકવાર દલેર મહેંદીજી માટે તાળીઓ. મેં આ જ શીખ્યું છે કે હંમેશાં લાઈવ ગાવું. લાઈવ ગાવામાં કેટલીક ભૂલો થાય છે.’ આગળ તેમણે કહ્યું, ‘કેટલાક આર્ટિસ્ટ એવા હોય છે, જે થોડા વ્યૂઝ માટે ક્યાંય પણ કંઈપણ નિવેદન આપી દે છે. તાજેતરમાં અભિજીત દાદાએ જે કર્યું, તેમની પાસેથી મને એવી અપેક્ષા નહોતી કે તેઓ આવું કંઈ બોલશે, તે પણ આટલા લેજન્ડરી સિંગર માટે. બાકી તેઓ જે ગાઈ રહ્યા હતા, લાઈવ જ ગાઈ રહ્યા હતા. હું તમને તેમની ફૂટેજ મોકલી દઈશ. તેઓ લિપસિંક કરી રહ્યા નહોતા. બાકી ખરાબ સમય અને સારો સમય ક્યારેય પણ આવી શકે છે.’
    Click here to Read More
    Previous Article
    દિવાળી સ્પેશિયલ, PHOTOS:રણબીર-આલિયાએ નખરાળી રાહા સાથે લક્ષ્મી પૂજા કરી, અભિષેક બચ્ચનની ફુઝર સાથે મસ્તી, કરીના-કરિશ્માનો ટ્રેડિશનલ લુક
    Next Article
    દિવાળીની રાત્રે દેશભરમાં આગથી 22 લોકોનાં મોત:MPમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા, ધારાશિવમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત; મુંબઈના લોખંડવાલામાં એકનું મોત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment