Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ:રાજકોટનાં નાગરિકોએ 22 દિવસમાં રૂ. 76.34 કરોડ મનપાની તિજોરીમાં ઠાલવ્યા, કરદાતાઓને રૂ. 8.63 કરોડનું મળ્યું વળતર

    16 hours ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27ના મિલ્કતવેરા અને પાણી વેરાની વસુલાતની કામગીરી ગત 07-04-2026થી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરવર્ષની જેમ આ વર્ષે પણ વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં 22 દિવસમાં શહેરના જાગૃત નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેના પરિણામે મહાનગરપાલિકાની તિજોરીમાં રૂ. 76.34 કરોડની માતબર રકમ જમા થઈ છે. વહેલી તકે વેરો ભરીને વળતર મેળવવાની યોજના હેઠળ રાજકોટવાસીઓને અત્યાર સુધીમાં કુલ રૂ. 8.63 કરોડનું માતબર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રામાણિક કરદાતાઓને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો અને ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાનો છે, જેમાં મહાનગરપાલિકાને મોટી સફળતા મળી રહી છે. મનપાનાં વેરા વિભાગે જણાવ્યા મુજબ 29-04-2026 સુધીમાં શહેરના કુલ 1,29,629 કરદાતાઓએ પોતાના નૈતિક અને કાયદાકીય વેરાની જવાબદારી નિભાવી છે. ડિજિટલ યુગમાં રાજકોટના નાગરિકોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે, જે આંકડાઓ પરથી સ્પષ્ટ જણાય છે. કુલ વસુલાત પૈકી 95,896 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમ પસંદ કરીને રૂ. 56.01 કરોડની રકમ ઘરે બેઠા જમા કરાવી છે. તેની સામે 33,733 કરદાતાએ પરંપરાગત પદ્ધતિ મુજબ ચેક અથવા રોકડથી રૂ. 20.33 કરોડની ભરપાઇ કરી છે. ઓનલાઇન પેમેન્ટમાં થયેલો આ વધારો દર્શાવે છે કે પાલિકાની ઇ-ગવર્નન્સ સેવાઓ સરળ, સુરક્ષિત અને પારદર્શક સાબિત થઈ રહી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવેલી ડિસ્કાઉન્ટ યોજના હાલ કરદાતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલના તબક્કે, એટલે કે 31-05-2026 સુધી, સામાન્ય કરદાતાઓ જો એડવાન્સ વેરો ભરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવે છે. જેમાં સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા માટે મહિલા મિલ્કતધારકો માટે વિશેષ 15 ટકા ડિસ્કાઉન્ટની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રથમ તબક્કા બાદ, તા. 01-06-2026 થી 30-06-2026 સુધીના બીજા તબક્કામાં વળતરના દરમાં ઘટાડો થશે, જેમાં મહિલાઓને 10 ટકા અને સામાન્ય કરદાતાઓને 5 ટકા લાભ મળશે. આ આકર્ષક વળતર યોજનાને કારણે જ લોકો મે મહિનાની આકરી ગરમીમાં પણ વેરો ભરવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. જો આપણે ગત વર્ષ 2025-26ના સમાન સમયગાળા સાથે તુલના કરીએ તો, તે સમયે 1,39,692 કરદાતાઓ દ્વારા રૂ. 84.19 કરોડની વસુલાત કરવામાં આવી હતી. તે વર્ષે ઓનલાઇન માધ્યમથી 1,03,530 લોકોએ રૂ. 59.77 કરોડ ચૂકવ્યા હતા, અને ઓફલાઇન માધ્યમથી 36,162 લોકોએ રૂ. 24.42 કરોડની ચુકવણી કરી હતી. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કુલ રૂ. 9.43 કરોડનું વળતર કરદાતાઓને ફાળવવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે પણ વસુલાતની ગતિ જોતા એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં આ આંકડાઓ ગત વર્ષના રેકોર્ડને પણ વટાવી જશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મિલકત ધારકોને અપીલ કરવામાં આવી છે કે, લોકો ડિસ્કાઉન્ટ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવે. વહેલો વેરો ભરવાથી નાગરિકોને આર્થિક બચત થાય છે, તંત્રને વિકાસલક્ષી આયોજન કરવામાં સરળતા રહે છે. જેમાં શહેરમાં માર્ગોનું વિસ્તરણ, પીવાના પાણીનું વિતરણ, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ, સફાઈ અભિયાન, બગીચાઓની જાળવણી, સ્ટ્રીટ લાઇટ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવા માટે કરદાતાઓ દ્વારા આપવામાં આવતા નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રજાનો વેરારૂપી ફાળો રાજકોટને સ્માર્ટ અને લિવેબલ સિટી બનાવવા માટે અતિ મહત્વનો સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો:મહેસાણા પોલીસે રાજસ્થાન યૂપીથી મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીને દબોચ્યા
    Next Article
    ઓટોરિક્ષા ચાલકથી નગરપાલિકા સભ્ય બન્યા:ભરૂચના વોર્ડ નં. 9માં અતુલ મિસ્ત્રીનો ભવ્ય વિજય, ઓટોરિક્ષા ચાલકોમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment