Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ 22 કેવી ફીડર પણ ટ્રીપિંગથી પ્રભાવિત થયા:પડઘામાં લાઇન ટ્રિપ થતાં 4.6 લાખથી વધુ ગ્રાહકોને અઢી કલાક અંધારામાં રહેવુ પડ્યું

    3 दिन पहले

    કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્હાસનગર અને બદલાપુરમાં 4.6 લાખથી વધુ વીજ ગ્રાહકોની વીજળી ગુલ થઈ જતા શુક્રવારે સાંજે અંધારપટ્ટ છવાયો હતો, જેના કારણે 220 કેવી પડઘા-પાલ ટ્રાન્સમિશન લાઇન 7.20 વાગ્યે ટ્રીપ થઈ ગઈ હતી, જેના કારણે અનેક ઉપનગરીય વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાત્રે 10 વાગ્યે એટલે કે, કેટલાક વિસ્તારોમાં આશરે અઠ્ઠી કલાકના સમય પછી વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ) અનુસાર, પુનઃસ્થાપન કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સતત વરસાદને કારણે પુનઃસ્થાપન કાર્ય પર અસર પડી રહી છે, અને વીજ પુરવઠો ટૂંક સમયમાં ફરી શરૂ થવાની અપેક્ષા છે. કલ્યાણ પૂર્વ વિભાગને ભારે અસર થઈ હતી, જ્યાં લગભગ 3.25 લાખ ગ્રાહકોએ વીજળી ગુમાવી હતી. 22 કેવી ફીડર બંધ થઈ ગયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સોનારપાડા, કાસા રિયો, કાસા બેલા, નેતિવલી (આંશિક રીતે), એપિક, ડાઉનટાઉન, લેકશોર, ઉસાટાને અને લોઢા પ્રીમિયરનો સમાવેશ થાય છે. ઉલ્હાસનગરમાં, ગાયકવાડપાડા, અશેલપાડા અને આનંદનગર સ્વિચિંગ સ્ટેશનો પર ટ્રીપિંગથી લગભગ 1.12 લાખ ગ્રાહકો પ્રભાવિત થયા હતા, ઉપરાંત આનંદનગર એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ (ઈએચવી) સબસ્ટેશનથી પૂરા પાડવામાં આવતા તમામ 22 કેવી ફીડર પણ ટ્રીપિંગથી પ્રભાવિત થયા હતા. આ વિક્ષેપ બદલાપુર સુધી પણ ફેલાયો હતો, જ્યાં પોદ્દાર સ્વિચિંગ સ્ટેશન અને ખોરવાઇ સ્વિચિંગથી પૂરા પાડવામાં આવતા 22 કેવી માનકીવલી ફીડરમાં ટ્રીપિંગથી લગભગ 27,000 ગ્રાહકો પ્રભાવિત થયા હતા. એક્સપ્રેસ હાઈવે માટે ડેડલાઈનનું શું? બીજી તરફ જેએનપીટીથી વિરાર સુધીના નવા બનેલા એક્સપ્રેસ હાઈવે પર પડઘા-પાલ ટ્રાન્સમિશન લાઇનના વીજ વાયરો નિયત ઉચાઈએ લેવા જરુરી છે. એથી આ તૈયાર થયેલો રોડ એનએચઆઈએ દ્વારા કાર્યરત કરી શકાયો નથી. આ રોડ 31 ઓગસ્ટમાં શરૂ થવાની મુખ્ય મંત્રી ફડણવીસની ખાતરી બાદ પણ શરૂ નહી શકે, કારણ કે, એમએસઈડીસીએલના એક અધિકારીના જણાવ્યા અનુસાર તે માટે 5 દિવસનો લોડ સેડિગ હાલમાં શક્ય નથી, આ લાઈન બંધ થંતા બીજી લાઈન નબળી છે, જેથી ઈલેકટ્રીક લોડનું ભારણ લઇ શકે તેમ નથી, અને ફરીથી બ્લેક આઉટ જેવી પરિસ્થિત નિર્માણ પઈ શકે છે. એથી નવેમ્બર-ડિસેમ્બરમાં વીજ વપરાશ ઓછી થાય ત્યારે જ પડઘા ટ્રાન્સવિજ વાયરો માટે લોડ સેડીંગ શક્ય બની શકે તેમ છે, એમ એક અધિકારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું. 22 જુલાઈએ મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસના જન્મદિવસે જાહેરાત, હોર્ડિંગ નહીં લગાવવા અને ઉત્સવ નહીં મનાવવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટંટબાજીનો વિડિયો વાઈરલ:વસઈ સ્ટેશને એક્સપ્રેસ સામે પાટા ઓળંગવાનો યાત્રીનો સ્ટંટ
    Next Article
    રોડ સેફ્ટી:2 લાખ વાહન ચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment