Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટંટબાજીનો વિડિયો વાઈરલ:વસઈ સ્ટેશને એક્સપ્રેસ સામે પાટા ઓળંગવાનો યાત્રીનો સ્ટંટ

    3 days ago

    વસઈ રેલવે સ્ટેશન પર એક પ્રવાસીનો લખલખું પ્રસરાવી દે તેવી સ્ટંટબાજીનો વિડિયો વાઈરલ થયો છે. આ પ્રવાસી સામેથી પૂરપાટ આવતી એક્સપ્રેસ ટ્રેન જોવા છતાં રેલવે સ્ટેશનની એક બાજુથી બીજી બાજુ જવા માટે પાટા ઓળંગવાની તૈયારી કરી રહ્યો હતો. તે એક બાજુ ઊભેલી લોકલની વિરુદ્ધ દિશામાંથી નીચે ઊતરીને બીજી બાજુ પ્લેટફોર્મ પર જવા માગતો હતો. તે સમયે સામેથી એક્સપ્રેસ ટ્રેન પૂરપાટ ગતિથી આવતી હતી. આથી તે બે પ્લેટફોર્મ વચ્ચેની રેલિંગ પર બેસી રહ્યો. એક્સપ્રેસ ટ્રેન દોડતી હતી ત્યારે સંતુલન ગુમાવતાં યુવાન નીચે પડ્યો. સદનસીબે રેલિંગને પકડી રાખતાં બચી ગયો. તેને એક પગ નીચે ગટરમાં પડી ગયો હતો, પરંતુ તે બાલબાલ બચી ગયો હતો, એવું વિડિયોમાં સાફ દેખાય છે. સોશિયલ મિડિયા પર આ વિડિયો વાઈરલ થયા પછી નેટિઝન્સે આ બેદરકાર પ્રવાસી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ સાથે પ્લેટફોર્મ નં. 3 અને 1 દરમિયાન રોજ આ રીતે જ પાટા ઓળંગતા પ્રવાસીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Abhishek Banerjee’s office demolished for ‘violations’, TMC plans to move HC
    Next Article
    તમામ 22 કેવી ફીડર પણ ટ્રીપિંગથી પ્રભાવિત થયા:પડઘામાં લાઇન ટ્રિપ થતાં 4.6 લાખથી વધુ ગ્રાહકોને અઢી કલાક અંધારામાં રહેવુ પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment