Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીડીઓનો રિપોર્ટ જ પોકળ સાબિત થયો હવે તપાસના ભૂંગળા વાગ્યા‎:પઢિયારમાં 22 જુલાઇએ નાળાની તપાસ કરી, 30મીએ ગાબડું પડ્યું છતાં 1 ઓગસ્ટે TDOએ સલામતનો રિપોર્ટ સબમિટ કર્યો

    2 days ago

    ગોધરા તાલુકાના પઢીયાર ગામે બનાવેલા 2.86 લાખના ખર્ચે બનેલા નાળાની તપાસ કરવા ટીડીઓની એક ટીમ 22 જુલાઇના રોજ આવી હતી. અને નિરિક્ષણ કર્યા બાદ આવીને સબસલામત અને ગુણવત્તાવાળુ નાળુ હોવાનો રીપોર્ટ 1 ઓગસ્ટના રોજ નાયબ ડીડીઓને કર્યો હતો. પરંતુ 30 જુલાઇના રોજ નાળા પર માટી નાખવા આવેલુ ટ્રેકટર આવતા ગાંબડુ પડી ગયુ હતું. ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામપંચાયતમાં 15 નાણા પંચની 2.86 લાખની ગ્રાન્ટમાંથી વર્ષ 2024-25 માં બનાવ્યું હતું. નાળુ બોગસ બન્યુ હોવાની રજુઆત કરીને લેબ ટેસ્ટીંગ કરવાની માંગ અરજદાર પોપટભાઇ ડાભીએ કરી હતી. જેથી 22 જુલાઇના રોજ ગોધરા તાલુકા વિકાસ અધીકારીની ટીમ પઢીયાર ગામે તપાસ કરવા આવી હતી. અને નાયબ ડીડીઓને 1 ઓગસ્ટના રોજ રિપોર્ટ સોપ્યો હતો. તેમા જણાવ્યું કે, તપાસ ટીમે સ્થાનિકોની પુછપરછ કરતા નાળા પર વરસાદ પાણી વહેતા પશ્ચિમ ભાગે પુરવામાં આવેલ મોરમનુ ધોવાણ થયું છે. જે તે સમયે બનાવવા આવેલુ નાળું ગુણવત્તાયુક્ત અને એસ્ટીમેન્ટ મુજબ નાળુ બનાવવા આવ્યું છે. અને અરજદાર હેરાન કરવા માટે અરજી કરેલ છે. અને માટીનુ ધોવાણ થયેલ જગ્યાએ પુરણ કરવા સરપંચને જણાવ્યુ છે. તેમ રીપોર્ટમાં જણાવ્યું છે. સરપંચને સુચના મળતા 30 મી જુલાઇના રોજ માટીનુ પુરાણ કરવા ટ્રેકટર નાળા પર લાવતાં જ નાળામાં ગાબડુ પડ્યુ હતુ અને ટ્રેક્ટર ફસાઇ ગયુ હતુ. ત્યારે ટીડીઓએ કરેલા રિપોર્ટ સામે અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે અન્ય અધીકારીને તપાસ સોપીને લેબોરેટરી રીપોર્ટ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકોના નિવેદનોના આધારે તપાસ પૂરી કરી નાળા બનતા અરજદારે લેબોરેટરી ટેસ્ટ કરવાની માંગ કરી હતી. પણ તપાસ ટીમે પરંતુ લેબોરેટરી ટેસ્ટ કર્યા વગર જ અધિકારીઓએ ફક્ત રૂબરૂ આવીને સ્થાનિક લોકોના નિવેદનો લઈને જ તપાસ બંધ કરી દીધી હતી. સ્થાનિકોના નિવેદનોને આધારે નાળુ ગુણવત્તાયુકત અને એસ્ટીમેન્ટ મુજબ બનાવ્યું હોવાનુ રીપોર્ટમાં જણાવી દીધુ છે. ત્યારે સરકારી નાણાંકીય ઉચાપત અને ભ્રષ્ટાચાર બાબતે હવે ઉચ્ચ કક્ષાની તપાસ કરી ગેરરિતી જણાય તો નાણાંની કડક રિકવરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠેલ છે. અમે ફરીથી નાળાની તપાસ કરાવીશું પઢીયાર ગામના નાળાની રજુઆત મળતા અમારી ટીમ કયું નાળું છે. તેની તપાસ કરવા ગયું હતું. લોકોના નિવેદન લઇને રીપોર્ટ નાયબ ડીડીઓને આપ્યો હતો.પણ નાળા પર ગાંબડુ પડવાની રજુઆત મળી છે. તો અમે ફરીથી નાળાની તપાસ કરાવીશું. - એન.એ.ચાવડા, ટીડીઓ, ગોધરા
    Click here to Read More
    Previous Article
    બસ સ્ટેશન પર ઢોરનો અડીંગો અને સુવિધા-સુરક્ષાનો અભાવ:​વંથલી બસ સ્ટેશને સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓનો ઘોર અભાવ: CCTV કેમેરા વગર મુસાફરો-વિદ્યાર્થીનીઓ અસુરક્ષિત, રખડતા ઢોરોનો અડિંગો અને ગંદકીથી રોગચાળાની ભીતિ.
    Next Article
    ડાંગમાં આરોગ્યના કરાર આધારિત કર્મીઓનું કલેક્ટરને આવેદન‎:24 કલાકમાં ન્યાય નહીં મળે તો તમામ કર્મીઓ ભૂખ હડતાળ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment