Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 વર્ષમાં 26 ચોરી, CCTVથી બચવા હોટેલ પણ ન બદલતો:વડોદરામાં 51 તોલા સોનાની લૂંટ કરનાર આંતરરાજ્ય રીઢો ચોર પકડાયો, જેલમાંથી છૂટ્યાના 10 જ દિવસમાં જ ફરી ચોરીના રસ્તે

    15 hours ago

    વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભરબપોરે બંધ ફ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટ અને રોકડ રકમની સફાચટ કરનાર આંતરરાજ્ય રીઢા ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. છેલ્લા 22 વર્ષથી વિવિધ રાજ્યોમાં સક્રિય અને 26થી વધુ ઘરફોડ ચોરીઓ આચરી ચૂકેલા આરોપી પાસેથી પોલીસે રૂ. 34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી સયાજીગંજના હાઈપ્રોફાઈલ કેસનો પર્દાફાશ કર્યો છે. બપોરે 1થી 5 વચ્ચે તાળું તોડી લાખોની મત્તા ઉઠાવી ગયો હતો સયાજીગંજના કેમ્પસ રોડ પર આવેલા તસીદ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં ગત 14 જુલાઈના રોજ બપોરે 1થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરે બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરે કબાટના લોકર તોડી અંદર રાખેલા આશરે 51 તોલા સોનાના દાગીના, 400 ગ્રામ ચાંદીની પ્લેટ અને રૂ. 40 હજારની રોકડ મળી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પંડ્યા બ્રિજ નીચેથી દબોચાયો, મોટી માત્રામાં સોનુ જપ્ત કેસની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે શંકાસ્પદ શખ્સની ઓળખ ઉત્તર પ્રદેશના અનિલકુમાર મીસરી રાજભર તરીકે થઈ હતી (જે અગાઉ 2023માં પણ વડોદરામાં દિવસ દરમિયાન થયેલી ચોરીમાં ઝડપાયો હતો). પોલીસ ટીમે રેલવે સ્ટેશન આસપાસ વોચ ગોઠવી પંડ્યા બ્રિજ નીચેથી અનિલ રાજભરને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. તેની બેગમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ મળી આવ્યા હતા. દાગીનાના બિલ રજૂ ન કરી શકતાં પોલીસે ₹34.29 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડક પૂછપરછમાં તેણે સયાજીગંજની ચોરીની કબૂલાત કરી હતી અને કેટલાક દાગીના મુંબઈમાં વેચ્યા હોવાનું સ્વીકાર્યું હતું. આરોપીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી અને રેકોર્ડ
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લો સોલાર પંપ ફાળવણીમાં રાજ્યમાં પ્રથમ:14,989 ખેડૂતોને રૂ. 618.41 કરોડના ખર્ચે ઓફ-ગ્રીડ પંપ મળ્યા
    Next Article
    જોગવડ ગામે ચાંદીપુર વાયરસ સામે આરોગ્ય ઝુંબેશ:દવાનો છંટકાવ, મેલેરિયા-ડેન્ગ્યુ અને ટીબી અંગે જાગૃતિ ફેલાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment