Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોગવડ ગામે ચાંદીપુર વાયરસ સામે આરોગ્ય ઝુંબેશ:દવાનો છંટકાવ, મેલેરિયા-ડેન્ગ્યુ અને ટીબી અંગે જાગૃતિ ફેલાવાઈ

    16 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ચાંદીપુર વાયરસ અને અન્ય ચેપી રોગોથી બચાવ કરવાનો હતો. ગામમાં દવાનો છંટકાવ કરીને લોકોને સ્વચ્છતા જાળવવા અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન અપાયું હતું, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. આ ઝુંબેશ અંતર્ગત, આવનારા દિવસોમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનો પ્રકોપ ન ફેલાય તે માટે પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામજનોને ઘરની આસપાસ પાણી ભરાયેલા ખુલ્લા પાત્રો ન રાખવા, બિનજરૂરી વાસણો, ટાયર અને અન્ય પાણી ભરાઈ શકે તેવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં, ઝુંબેશ દરમિયાન ટીબીના દર્દીની મુલાકાત લઈને તેમને નિયમિત દવા લેવાની સલાહ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને વહેલું નિદાન અને સમયસર સારવાર મળે તે માટે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જોગવડ ગામને ચેપી રોગોથી સુરક્ષિત રાખવાનો અને લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ વધારવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    22 વર્ષમાં 26 ચોરી, CCTVથી બચવા હોટેલ પણ ન બદલતો:વડોદરામાં 51 તોલા સોનાની લૂંટ કરનાર આંતરરાજ્ય રીઢો ચોર પકડાયો, જેલમાંથી છૂટ્યાના 10 જ દિવસમાં જ ફરી ચોરીના રસ્તે
    Next Article
    "Disappointed": Karnataka Ex-Minister Dinesh Gundu Rao After Cabinet Snub

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment