Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લો સોલાર પંપ ફાળવણીમાં રાજ્યમાં પ્રથમ:14,989 ખેડૂતોને રૂ. 618.41 કરોડના ખર્ચે ઓફ-ગ્રીડ પંપ મળ્યા

    14 hours ago

    નર્મદા જિલ્લો ઓફ-ગ્રીડ સોલાર પંપ ફાળવણીમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. PM-KUSUM-B યોજના હેઠળ જિલ્લાના વનવિસ્તારોમાં વરસાદ આધારિત ખેતી કરતા 14,989 ખેડૂતોને રૂ. 618.41 કરોડના ખર્ચે સોલાર પંપ ફાળવવામાં આવ્યા છે. આનાથી ખેડૂતોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યાનો અંત આવ્યો છે. નર્મદા જિલ્લાનો કુલ 2.81 લાખ હેક્ટર વિસ્તારમાંથી લગભગ 1.06 લાખ હેક્ટર જંગલ અને ડુંગરાળ વિસ્તાર છે. ડેડિયાપાડા અને સાગબારા જેવા વિસ્તારોમાં ખેડૂતો લાંબા સમયથી માત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર હતા. વીજળીના નેટવર્કનો અભાવ, ઇકો-સેન્સિટિવ વિસ્તારની મર્યાદાઓ અને ડીઝલ પંપની મોંઘી સિંચાઈને કારણે ખેતી ખર્ચાળ અને અનિશ્ચિત બની રહેતી હતી. આ પરિસ્થિતિમાં PM-KUSUM-B હેઠળના ઓફ-ગ્રીડ સ્ટેન્ડઅલોન સોલાર પંપ ગેમચેન્જર સાબિત થયા છે. હવે ખેડૂતોને વીજળીની રાહ જોવાની કે ડીઝલ માટે શહેર સુધી જવાની જરૂર પડતી નથી. સૂર્યપ્રકાશથી દિવસ દરમિયાન સરળતાથી સિંચાઈ શક્ય બની છે, જેનાથી ખેતી વધુ કાર્યક્ષમ બની છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 22,792 સોલાર કૃષિ પંપ મંજૂર થયા હતા, જેમાંથી 22,787 ખેડૂતોને લાભ મળ્યો છે. આમાંથી એકલા નર્મદા જિલ્લામાં જ 14,989 ખેડૂતોને ઓફ-ગ્રીડ સોલાર પંપ મળ્યા છે, જેના માટે અંદાજે રૂ. 618.41 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ સાથે નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં PM-KUSUM યોજનાના અમલીકરણમાં અગ્રેસર બન્યો છે. શૂલપાણેશ્વર અભયારણ્ય અને તેની આસપાસનો વિસ્તાર પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ છે. આ યોજનાથી જંગલને નુકસાન થતું નથી અને ઇકો-સેન્સિટિવ વિસ્તારના નિયમોનું પાલન થાય છે. ગુજરાત સરકારે આદિવાસી અને જંગલ વિસ્તારના ખેડૂતો માટે વિશેષ વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેમાં કેન્દ્ર સરકારની 60 ટકા અને રાજ્ય સરકારની 40 ટકા સહાય મળીને લાભાર્થીને 100 ટકા સહાય મળે છે. આના પરિણામે નાના અને સીમાંત ખેડૂતો પણ કોઈ આર્થિક ભારણ વિના આધુનિક સિંચાઈ વ્યવસ્થાનો લાભ લઈ રહ્યા છે. આમ, નર્મદા જિલ્લાના હજારો આદિવાસી ખેડૂતો આ યોજનાથી પગભર બની સફળ ખેડૂત બન્યા છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવીને હરિત ઊર્જા આધારિત કૃષિનું જે સફળ મોડેલ નર્મદાએ ઊભું કર્યું છે, તે દેશના અન્ય ડુંગરાળ અને આદિવાસી વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. DGVCL નર્મદાના એક્ઝિક્યુટિવ ઇજનેર બી.બી. પટેલે જણાવ્યું હતું કે, સોલાર પંપ યોજનાના કારણે દેડિયાપાડા, સાગબારા અને ચીકદા વિસ્તારોમાં ખેડૂતો હવે ખરીફ, રવિ અને ઉનાળુ – ત્રણેય ઋતુમાં ખેતી કરી રહ્યા છે. પરિણામ સ્વરૂપ, કૃષિ આવકમાં વધારો થયો છે, રોજગારી માટેનું સ્થળાંતર ઘટ્યું છે, પશુપાલનને પ્રોત્સાહન મળ્યું છે અને ખેડૂતોને વધારાની આવકનો નવો સ્ત્રોત મળ્યો છે. યોજના સંબંધિત મુખ્ય આંકડા:
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત:જેતપુરમાં વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ માંગણી કરી
    Next Article
    22 વર્ષમાં 26 ચોરી, CCTVથી બચવા હોટેલ પણ ન બદલતો:વડોદરામાં 51 તોલા સોનાની લૂંટ કરનાર આંતરરાજ્ય રીઢો ચોર પકડાયો, જેલમાંથી છૂટ્યાના 10 જ દિવસમાં જ ફરી ચોરીના રસ્તે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment