Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2.16 લાખ બાળકને પોલિયોનું સુરક્ષા કવચ અપાયું:જિલ્લામાં 28થી 30 જૂન સુધી પલ્સ પોલિયો રસીકરણ યોજાયું‎

    12 hours ago

    સુરેન્દ્રનગર ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દેશને પોલિયો મુક્ત રાખવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 28થી 30 જૂન 2026 દરમિયાન પલ્સ પોલિયો રસીકરણ મહાઅભિયાન યોજાયું હતું. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ સરાહનીય કામગીરી કરી હતી. જેમાં જિલ્લામાં 100.41 ટકાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 0થી 5 વર્ષના તમામ બાળકોને રસીના ટીપાં પીવડાવી સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. 1725 ટીમ 3,31,622 ઘરની મુલાકાત લઈ 39,744 બાળકને રસીના ટીપાં પીવડાવ્યા પ્રથમ દિવસે બુથ સુધી ન પહોંચી શકેલા બાળકો માટે 29 અને 30 જૂનના રોજ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 1725 જેટલી ટીમે અંદાજે 3,31,622 ઘરોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ટીમોએ ઘેર-ઘેર ફરીને બાકી રહી ગયેલા 39,744 બાળકોને શોધીને રસીના ટીપાં પીવડાવ્યા હતા. પ્રથમ દિવસે જ 87 ટકા બાળકો કવર થયા અભિયાનના પ્રથમ દિવસે જિલ્લાભરમાં કાર્યરત 860 પોલિયો બુથ પર વાલીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના કુલ 2,16,702 બાળકોના લક્ષ્યાંક સામે પ્રથમ દિવસે જ 1,87,834 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી દેવાયા હતા, જે કુલ લક્ષ્યાંકના 87 ટકા જેટલી નોંધપાત્ર કામગીરી દર્શાવે છે. આ સિવાય બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને જાહેર સ્થળો પર તૈનાત મોબાઇલ અને ટ્રાન્ઝિટ ટીમોએ પણ સક્રિયતા દાખવી 9,900 બાળકોને રસી આપી સુરક્ષિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરનો આતંક:કુતિયાણામાં વ્યાજખોરનો આતંક : પોલીસે 2 શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ આદરી
    Next Article
    હનીટ્રેપમાં 10 લાખ પડાવતા આપઘાત, 8 સામે ગુનો:મૂળ મૂળીના સડલાના અને દાણાવાડમાં રહેતા યુવકનો કૂવામાંથી મૃતદેહ મળ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment