Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ શરૂ:છેલ્લા 10 વર્ષથી ટીમ ઈન્ડિયા હારી નથી; જો જીતશે તો ટૉપ-8માં પહોંચશે

    1 day ago

    મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ શરૂ થઈ છે. પૂલ-Dની આ મેચ વેગનર હોકી સ્ટેડિયમમાં સાંજે 6:30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સામે અજેય છે. બંને ટીમ વચ્ચે 19 મેચ રમાઈ છે. જેમાં ભારતે 17 મેચ જીતી, જ્યારે 2 ડ્રો રહી. પાકિસ્તાને છેલ્લી વાર સાઉથ એશિયન ગેમ્સ 2016ની ફાઈનલમાં ભારતને 1-0થી હરાવ્યું હતું. ભારતે પહેલો મુકાબલો વેલ્સ સામે 3-1થી જીત્યો, જ્યારે ઇંગ્લેન્ડ સામે 1-4થી હારી ગયું. ટીમ 2 મેચમાં 3 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમ આ મેચ જીતશે તો 6 પોઇન્ટ્સ સાથે આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરી જશે. જ્યારે જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બન્ને ટીમની સ્ક્વોડ ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત, નીલકંતા શર્મા, લાલગે આદિત્ય અર્જુન, શશિકુમાર મોહિત હોન્નેનહલ્લી, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ, યશદીપ સિવાચ, સંજય, સૂરજ કરકેરા (ગોલકીપર), રાજિન્દર સિંહ, શિલાનંદ લાકડા. પાકિસ્તાન: મહમૂદ અબુ (કેપ્ટન), વકાર (ગોલકીપર), મુહમ્મદ અબ્દુલ્લા, સુફિયાન ખાન, મોઈન શકીલ, વહીદ અશરફ રાણા, હન્નાન શાહિદ, ઝિક્રિયા હયાત, અરશદ લિયાકત, અદીલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, અમ્માદ બટ, મુહમ્મદ હમ્માદુદ્દીન, અબ્દુલ રહેમાન, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ મહમૂદ, અલી રઝા (ગોલકીપર), અબ્દુલ મનાન, મુહમ્મદ અમ્માદ.
    Click here to Read More
    Previous Article
    394 फर्जी कंपनियों के जरिये विदेश भेजे गए 1.29 लाख करोड़ रुपये! चीन या दुबई नहीं, यहां गया मोटा पैसा
    Next Article
    પ્રાચીન શીતળાકુંડ મંદિરે સાતમે ઉમટી ભક્તોની ભારે ભીડ:​જૂનાગઢના પ્રખ્યાત શીતળાકુંડ ખાતે શીતળા સાતમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, મોટી સંખ્યામાં મહિલાઓએ પૂજન-અર્ચન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment