Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરે વેપારી પાસેથી 2.12 લાખની સામે 5.13 લાખ પડાવ્યા:20 ટકા વ્યાજ વસૂલ્યા બાદ પણ વધુ 3.16 લાખની ઉઘરાણી કરી, સિક્યુરિટી ચેક પરત ન આપી ચેક બાઉન્સનો કેસ કર્યો

    6 hours ago

    વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વેપારીએ 20 ટકાના વ્યાજે રૂ.2.12 લાખ લીધા બાદ વ્યાજ અને મુદ્દલ પેટે રૂ.5.13 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ રૂ.3.16 લાખની ઉઘરાણી કરી ધમકી આપી હતી. વેપારીના આક્ષેપના આધારે ગોરવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અટલાદરા વિસ્તારમાં રહેતા મનોજ જોષી વિશ્વમોહિની કોમ્પ્લેક્સમાં પાનની દુકાન ચલાવતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક સર્વેશ પેટોલ સાથે થયો હતો. ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં સપ્ટેમ્બર 2024થી ઓક્ટોબર 2025 દરમિયાન મનોજે સર્વેશ પાસેથી ઓનલાઈન તેમજ રોકડ મળી કુલ રૂ.2.12 લાખ લીધા હતા. તેની સામે રૂ.3.16 લાખ અને રૂ.33 હજારના બે સિક્યુરિટી ચેક આપ્યા હતા. મનોજે વ્યાજ અને મુદ્દલ પેટે અત્યાર સુધીમાં કુલ રૂ.5.13 લાખ ચૂકવી દીધા હતા. ત્યારબાદ સિક્યુરિટી ચેક પરત માંગતા સર્વેશે વધુ રૂ.3.16 લાખની માંગણી કરી હતી. મનોજે વધુ નાણાં આપવાનો ઇનકાર કરતાં સર્વેશે ગાળો આપી માર મારવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સિક્યુરિટી તરીકે આપેલા ચેકનો ઉપયોગ કરી તેને બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. સમગ્ર મામલે મનોજ જોષીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મેટોડામાં ખેત મજૂર દંપતી સાથે સાયબર ફ્રોડ:રિલ્સ જોતાં સમયે અજાણી લિંક પર ક્લિક થતાં ફોન હેક થયો અને ગઠિયાઓએ 5 ટ્રાન્ઝેક્શન કરી બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું
    Next Article
    'IVF માટે આવ્યા, OTમાં લઈ ગયા અને હ્રદય બંધ થયું':ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ, મહેસાણાનું વાણી IVF સેન્ટર વિવાદમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment