Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'IVF માટે આવ્યા, OTમાં લઈ ગયા અને હ્રદય બંધ થયું':ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ, મહેસાણાનું વાણી IVF સેન્ટર વિવાદમાં

    6 hours ago

    મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી વાણી IVF સેન્ટર હોસ્પિટલ વિવાદમાં આવી છે. કડી તાલુકાના મેડા આદરજ ગામના 33 વર્ષીય રમીલાબેન ચાવડાને 10 સપ્ટેમ્બરે IVF માટે વાણી IVFમાં લાવ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેમને ઓપેરશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. ત્યારે પરિવારને એવું કહેવામાં આવ્યું કે, એનેસ્થેસિયા બાદ બેભાન થઈ ગયા છે અને ક્રિટિકલ કન્ડીશન છે એટલા માટે તેમને અન્ય ખાનગી ICUમાં ખસેડવામાં આવ્યા. જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. જો કે પરિવારનો આક્ષેપ છે કે, IVF સેન્ટરમાં ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું છે. એક મહિનાથી IVFની સારવાર ચાલી રહી હતી પરિજનોના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાના લગ્નને 10 વર્ષ થયા હતા અને છેલ્લા એક માસથી તેમની IVF સારવાર ચાલી રહી હતી. 10 સપ્ટેમ્બરે તેમને ઓપરેશન માટે વાણી IVF સેન્ટરમાં બોલાવવામાં આવ્યા હતા. જે બાદ ગઈકાલે એટલે 15 સપ્ટેમ્બરે સારવાર દરમિયાન રમીલાબેનને એનેસ્થેસિયા આપ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા ન હતા. IVF સેન્ટરના ડોક્ટરો પરિસ્થિતિ ન સંભાળી શક્યા IVF હોસ્પિટલના ડોક્ટર કામિનીબેન પટેલ અને સ્ટાફ દ્વારા પરિસ્થિતિ ન સંભાળી શકાતાં તેમણે મહેસાણાની અન્ય એક ખાનગી ICU હોસ્પિટલના ડોક્ટરોને સ્થળ પર જ બોલાવી લીધા હતા અને જે બાદ મહિલાને ખાનગી ICUમાં શિફ્ટ કરી દીધા હતા. ત્યારબાદ આજે 16 સપ્ટેમ્બરે વહેલી સવારે 3:30 વાગ્યે સારવાર દરમિયાન રમીલાબેનનું મોત થયાનું જાહેર કરાયું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોતનો મૃતકના ભાઈનો આક્ષેપ આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં IVF સેન્ટર બહાર એકઠા થઈ ગયા હતા અને ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકના ભાઈ લલિતભાઈએ જણાવ્યું હતું કે, મારી બહેનને અમે IVF કરાવવા લઈને આવ્યા હતા. એને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોક્ટરની બેદરકારીના કારણે એને જે પણ આપવામાં આવ્યું હોય કે બેભાન કરવામાં એમને એવું કહેવામાં આવ્યું બેનનું હૃદય બંધ થઈ ગયું છે. પછી અમે એને ICUમાં લઈ ગયા અને ત્યાં આજે બેનનું મોત થયું. પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર, ડોક્ટરો-સ્ટાફ ફરાર ઘટના બાદ જ્યારે પરિવારજનો ડોક્ટર કામિનીબેન પટેલ પાસે ખુલાસો માગવા પહોંચ્યા, ત્યારે ડોક્ટર અને તમામ સ્ટાફ હોસ્પિટલને તાળું મારી ફરાર થઈ ગયા હતા અને ફોન પણ ઉપાડી રહ્યા નથી. ડોક્ટર અને સ્ટાફના ભાગી જવાથી પરિવારનો રોષ બેવડાયો છે. મૃતકના પરિવારે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જ્યાં સુધી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેઓ હાજર નહીં થાય, ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. હાલ આ મામલે સ્થાનિક સ્તરે ભારે તંગદિલીનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરે વેપારી પાસેથી 2.12 લાખની સામે 5.13 લાખ પડાવ્યા:20 ટકા વ્યાજ વસૂલ્યા બાદ પણ વધુ 3.16 લાખની ઉઘરાણી કરી, સિક્યુરિટી ચેક પરત ન આપી ચેક બાઉન્સનો કેસ કર્યો
    Next Article
    क्यों हुआ IPS बुशरा का तबादला, बंगाल सरकार देगी जवाब?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment