Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેસબુક પર વિદેશી ડોક્ટર સાથે મિત્રતા આંગણવાડી વર્કરને ભારે પડી:ગિફ્ટ પાર્સલના નામે રૂ.21.01 લાખની ઠગાઈ, વધુ 5 લાખ રૂપિયા માંગતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

    1 day ago

    વડોદરાના રણોલીમાં રહેતી 43 વર્ષીય આંગણવાડી વર્કર પનીશાબેન સોની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી ગિફ્ટ પાર્સલના નામે રૂ.21,01,359ની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્કોટલેન્ડમાં રહેતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર તરીકે ઓળખ આપનાર અજાણ્યા શખસે મહિલાનો વિશ્વાસ જીતી આ કાંડ આચર્યો હતો. વડોદરાના રણોલીમાં રહેતી 43 વર્ષીય આંગણવાડી વર્કર પનીશાબેન સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 14 ફેબ્રુઆરીએ મહિલાને ફેસબુક પર ડો. અમાન નામના વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. મિત્રતા થયા બાદ બંને વચ્ચે મેસેન્જર અને વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. શખસે મહિલા માટે ઘડિયાળ, પર્સ અને ચોકલેટ સહિતની ગિફ્ટ મોકલવાની વાત કરી સરનામું મેળવી લીધું હતું. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ અજાણ્યા શખસે દિલ્હી પાર્સલ ઓફિસમાંથી બોલતો હોવાનું જણાવી પાર્સલ છોડાવવા રૂ.28,900 ચૂકવવા કહ્યું હતું. મહિલાએ આ રકમ જમા કરાવી હતી. ત્યારબાદ પાર્સલમાં 22 હજાર પાઉન્ડ હોવાનું કહી રૂ.47 હજારની માંગણી કરવામાં આવતાં મહિલાએ તે પણ ચૂકવ્યા હતા. આ રીતે અલગ-અલગ મોબાઇલ નંબર પરથી સંપર્ક કરી ચાર્જ અને પેનલ્ટીના બહાને સતત નાણાં પડાવવામાં આવ્યાં હતાં. મહિલાના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.13,53,700 અને તેમના પતિના એસબીઆઈ ખાતામાંથી રૂ.7,47,659 મળી કુલ રૂ.21,01,359 ટ્રાન્સફર કરાવાયા હતા. પૈસા પરત મેળવવા માટે લિંક મોકલી વધુ રૂ.5 લાખની માંગણી કરવામાં આવતાં મહિલાને શંકા ગઈ હતી. ઠગોએ બનાવટી ડિપોઝિટ સ્લિપ પણ મોકલી હતી. આખરે મહિલાએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કર્યા બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં SIR પર સુનાવણી હવે દિવાળી બાદ થશે:ચૂંટણી પંચના સોગંદનામા પર જવાબ આપવા માટે અરજદારને 10 દિવસનો સમય મળ્યો
    Next Article
    સારંગપુર સર્કલથી કાલુપુર તરફના રોડને પહોળો કરાશે:17 મિલકતો તોડી પડાશે, નાગરિકો પાસે વાંધા સુચન મંગાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment