Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જંગ:એકમાત્ર 21 વર્ષની Gen-Z ઉમેદવાર મેઘના રબારી બની આકર્ષણનું કેન્દ્ર, મતદાન પણ પહેલી વખત કરશે

    10 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ પૂરજોશમાં ગરમ થઈ ચૂક્યો છે. આ વખતે મનપાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી અને કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. તમામ 11 વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના 44-44 ઉમેદવારો આમણે-સામણે છે, જ્યારે આમ આદમી પાર્ટીના 32 ઉમેદવારો સહિત કુલ 130 ઉમેદવારો મેદાનમાં છે. આ રોમાંચક જંગ વચ્ચે કોંગ્રેસે વોર્ડ નંબર 6 માંથી એક એવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે જેણે સમગ્ર રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું છે. આ ચહેરો છે માત્ર 21 વર્ષની યુવા અને Gen-Z ઉમેદવાર મેઘના રાજુભાઈ રબારી. સૌથી નાની વયના ઉમેદવાર અને પહેલી જ વાર કરશે મતદાન કોંગ્રેસ અને ભાજપના કુલ 88 ઉમેદવારોમાં મેઘના રબારી સૌથી નાની વયના ઉમેદવાર છે. પાટણના મૂળ વતની અને હાલ ગાંધીનગરના સ્લમ વિસ્તાર ગણાતા ગોકુળપુરામાં રહેતા મેઘના ઓબીસી મહિલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ખાસ વાત એ છે કે જે યુવતી પોતાના જીવનમાં આ ચૂંટણી પહેલા ક્યારેય વોટ કરવા પણ નથી ગઈ, જેનો મતદાન કરવાનો અનુભવ પણ સાવ પ્રથમ છે, તે સીધી જ ચૂંટણી લડીને રાજકારણમાં ઝંપલાવી રહી છે. મેઘનાના પરિવારની વાત કરીએ તો, તેમના પિતા રાજુભાઈ રબારી શહેર કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ છે અને મોટાભાઈ સાથે જ્વેલર્સનો ધંધો સંભાળે છે. રાજુભાઈ પક્કા કોંગ્રેસી છે અને તેમનો પરિવાર લાંબા સમયથી આ વિચારધારા સાથે જોડાયેલો છે. ગોકુળપુરાના વસવાટ અને સનદનો જૂનો પ્રશ્ન જે ગોકુળપુરા વિસ્તારમાં મેઘના રહે છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે. દાયકાઓ પહેલા કોંગ્રેસ સરકાર વખતે આ વિસ્તારમાં માત્ર 750 રૂપિયામાં પ્લોટ આપવામાં આવ્યા હતા અને સરકારે 120 પ્લોટ ફાળવીને પૈસા ભર્યાની પાવતી પણ આપી હતી. જેના આધારે લોકો અહીં આવીને વસ્યા અને ધીમે ધીમે આ વિસ્તાર 'ગોકુળપુરા' બન્યો. જોકે, દાયકાઓ વીતી જવા છતાં અને મનપાના તમામ ટેક્સ નિયમિત ભરવા છતાં અહીંના રહીશોને આજદિન સુધી જમીનની સનદ એટલે કે માલિકી હક મળી નથી. આ ગંભીર મુદ્દે આખું ગોકુળપુરા અગાઉ સરકારમાં રજૂઆત કરી ચૂક્યું છે. ભ્રષ્ટાચાર અને યુવાનોની બેરોજગારી સામે Gen-Z ઉમેદવારનો હુંકાર દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં મેઘના રબારીએ યુવા એંગલથી પોતાની બેબાક વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી ઉંમર 21 વર્ષની છે અને વોર્ડ નંબર 6 ની ઉમેદવાર તરીકે મારે Gen-Z પેઢી વતી એવું કહેવું છે કે આજે ભાજપ શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેના લીધે અમારા જેવા યુવા છોકરા-છોકરીઓને યોગ્ય નોકરીઓ મળતી નથી. મેઘનાએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે યુવાનો રાત-દિવસ મહેનત કરે છે છતાં પરીક્ષાના પેપરો ફૂટી જાય છે અને ભ્રષ્ટાચારને કારણે તેમને યોગ્ય કક્ષાએ નોકરીઓ મળતી નથી. આ બધી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવવા માટે હું મારા યુવા ઉમેદવારો અને યુવા કાર્યકર્તાઓ સાથે મળીને આ ભ્રષ્ટાચાર જડમૂળથી દૂર કરવા માંગુ છું. મારા વોર્ડના તેમજ દરેક ભાઈઓ-બહેનો જે પણ ક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે, તેમને પૂરતી સફળતા અપાવવા માટે હું મારા પૂરા પ્રયત્નો કરીશ. હાલ તો રાજકારણમાં યુવા પેઢીના પ્રવેશ અને Gen-Z અવાજ તરીકે મેઘના રબારીની ઉમેદવારી ગાંધીનગરની આ ચૂંટણીને અત્યંત રસપ્રદ બનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કો-પાઇલટના હુમલા છતાં સ્મિત મચ્છરે ફ્લાઇટ બચાવી:વઢવાણના વતની છે સ્મિત;ગામના વડીલોએ ગર્વ વ્યક્ત કર્યો
    Next Article
    2 ઓક્ટોબરથી ટેકાના ભાવે પાક વેચાણ માટે નોંધણી શરૂ:ખરીફ સિઝન 2026-27 માટે ડાંગર, મકાઈ સહિતના પાકોની ખરીદી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment