Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાથરણાંવાળાને 21 માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં પુનઃસ્થાપિત કરો':'ભદ્રમાંથી AMC હટાવી શકશે નહીં', સર્વે વગર 'નો વેડિંગ' ઝોન જાહેર કરી શકાય નહીં', હાઇકોર્ટનો ચુકાદો

    12 hours ago

    અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે 13 માર્ચે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દાખલ થયેલી આ જાહેર હિતની અરજી ઉપર હાઇકોર્ટે લંબાણપૂર્વક સુનવણી યોજી હતી. 'ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં' આજના ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, AMCએ સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો અમલ કર્યો નથી. AMC પહેલા સર્વે કરે અને સ્ટ્રીટ વેન્ડર્સને સાથે રાખી સ્કીમ બનાવે. ભદ્ર પ્લાઝા એરિયામાં પાથરણાવાળાઓને AMC હટાવી શકશે નહીં. સર્વે વગર ભદ્રને નો વેડિંગ ઝોન જાહેર કરી શકાય નહીં. સર્ટિફાઇડ સ્ટ્રીટ વેન્ડર્સને AMC અગાઉ બનેલા પ્લાન મુજબ જગ્યા આપે. '21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરો' AMC ના ત્રણ અધિકારીઓ સ્ટ્રીટ વેન્ડર્સના સર્ટિફિકેટ તપાસે તેમાં એક સિનિયર પોલીસ અધિકારી પણ હશે. આ કાર્ય 01 અઠવાડિયામાં કરવાનું રહેશે અને 21 માર્ચ સુધીમાં ભદ્રના સર્ટિફાઇડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવાના રહેશે. જો કે તેને લઈને આવાગમનનો રસ્તો રોકાય નહીં તેનું વ્યવસ્થાતંત્ર ધ્યાન રાખશે. AMC ના રેકોર્ડ મુજબ અહીં 844 ફેરિયાઓને સમાવી શકાય છે, પરંતુ 586 ફેરિયાઓને પ્રમાણપત્ર અપાયાનું AMC એ જણાવ્યું છે. ત્યારે તેઓને ભદ્રમાં પુનઃ સ્થાપિત કરો.બાકી રહેલા 258 ફેરિયાઓને દિવાળી પહેલાની હંગામી વ્યવસ્થાની જેમ રિલોકેટ કરો. આ બાબતે આગળ કાર્યવાહીની જરૂર પડે તો સુનવણી 17 એપ્રિલે યોજાશે. 'AMCએ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું' હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને દૂર કરીને AMC એ કાયદા વિરુદ્ધ અને હાઈકોર્ટના અગાઉના નિર્દેશ વિરુદ્ધ કામ કર્યું છે. હાઈકોર્ટ AMC ના અધિકારીઓ સામે એક્શન લેતી નથી, પરંતુ જો પાથરણાં વાળા કોઈ ફરિયાદ કરશે તો પગલા લેવામાં આવશે. આ દરમિયાન AMCના વકીલે હાઈકોર્ટના ઉપરોક્ત ઓર્ડર ઉપર 6 અઠવાડિયાનો સ્ટેની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે અગાઉની સુનવણીમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ એક્ટ ઉપર અરજદારો વતી રજૂઆત થઈ હતી. AMCએ રજૂઆત કરી હતી કે બધા પક્ષકારો સાથે બેસી જગ્યા ફાળવવા નિર્ણય થઈ શકે. વર્ષ 2016 પ્લાનમાં 288 વેડિંગ સ્પોટ રોડ ઉપર સ્પોટ થયેલા છે. વળી ભદ્રમાં ટ્રાફિકને લઈને પાથરણાં વાળાને બેસવા દેવાય નહીં. AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? જેથી કોર્ટે કહ્યું હતું કે, AMCને સર્વે કરતા કોને રોક્યા છે ? AMCએ એરિયા રિડેવલપ કર્યો તે પહેલા પાથરણાવાળા ભદ્રમાં બેસતા હતાં. તે એરિયાના વિકાસ બાબતે પણ તેઓએ કોઈ વિરોધ કર્યો નહોતો. AMCનાં પ્લાન મુજબ ત્યાં 611 ફેરિયાઓને બેસવાની જગ્યા હતી. 'ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ' AMC એ કોર્ટ સમક્ષ અગાઉ કહ્યું હતું કે, એરિયાના રીડેવલોપમેન્ટ બાદ 844 ફેરિયાઓને ભદ્રમાં વેચાણની જગ્યા આપી શકશે. AMCએ કોઈ સર્વે કર્યો નહીં, બહારના લોકો આવ્યા અને ભદ્રમાં ભીડ થઈ, સર્વે કર્યા વગર AMC એ પછી ત્યાંથી ફેરિયાઓને કાઢી મૂક્યા. કાયદા મુજબ કામ કરો કોર્ટનો રોલ છેલ્લે આવે. AMC જાતે વેડિંગ ઝોન જાહેર કરે છે ,પછી કહે છે કે તે રોડ ઉપર આવેલા છે. ભદ્ર પરિસર વેડિંગ ઝોન છે, જે વર્ષ 2014ના કાયદાથી પહેલા અસ્તિત્વ ધરાવે છે. AMCના આર્કિટેક્ટ પ્લાનમાં ફેરિયાઓ માટે જગ્યા રાખવામાં આવી હતી. 611 કે 844 ફેરિયાના નંબર નહીં, વિસ્તાર જુઓ. 'શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી?' AMCએ કહ્યું હતું કે, ભદ્ર પહેલા 'નો વ્હિકલ ઝોન નહોતો, હવે વ્હિકલ ઝોન છે. જાહેર હિતની અરજીમાં મોટા ભાગની પબ્લિકનું હિત જોવું જોઈએ, લાખો લોકો કાલુપુર રોજ જાય છે. જો કે કોર્ટે કહ્યું હતું કે, શું AMCએ આવો નિર્ણય લેતા પહેલા આંખો બંધ કરી દીધી હતી? 2017 થી તમે એફિડેવિટ ફાઇલ કરો છો. બધું વાર્તા જેવું છે, વાંક કોનો છે ? AMC કાયદા મુજબ કોઈ કામ નથી કર્યું કે ના સર્વે કર્યો. હવે AMC કોર્ટ સમક્ષ માફી માંગીને તેને સાંભળવાની વાત કરે છે. 'પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો' AMC એ એક સબમિશન એવું કર્યું હતું કે, કાયદો અને પરિસ્થિતિ જાળવવા તેઓ અમુક પગલાં લઈ શકે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે પહેલા AMCએ ફેરિયાઓને ભદ્ર પરિસરમાંથી કાઢ્યા છે. પહેલા જે ખોટુ કર્યું છે, તેને સુધારો બાદમાં સર્વે કરો. AMC એ પહેલા કોર્ટ સમક્ષ પ્લાન મૂક્યો, કોર્ટની મંજૂરી લીધી નહીં અને પ્લાન વિરુદ્ધ ફેરિયાઓને કાઢી મૂક્યા બાદમાં કોર્ટને ફોટા બતાયા કે ફેરિયા રોડ પર છે. પહેલા ફેરિયાઓને ભદ્ર પરિસરમાં મૂકો પછી સર્વે કરો. અત્યારે કેટલા ફેરિયાઓને પરત મૂકશો ? '586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો' AMCએ જણાવ્યું હતું કે, તેઓ ફેરિયાઓને રોડ ઉપર બેસવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અહીં રોડ નહીં, વેન્ડીંગ ઝોનની વાત છે. વર્ષ 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પહેલા થયેલા સર્વેમાં 611 ફેરિયાઓને ભદ્ર પરિસરમાં બેસવાની જગ્યા આપવાની વાત હતી. ત્યાં કાયદા મુજબ તેમને બેસવાનો હક્ક છે. નવા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફેરિયાઓને ત્યાંથી હટાવી શકે નહીં. 586 ફેરિયાઓને સર્ટિફિકેટ અપાયા હોય તો તેમને ત્યાં પરત મૂકો. 'કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો' AMCએ કહ્યું હતું કે, અગાઉ કોર્ટ સમક્ષ મુકેલ પ્લાન વર્ષ 2026માં ચાલી શકે તેમ નથી. કોર્ટે કહ્યું હતું કે, કાયદા મુજબ તમે ફેરિયાઓને હટાવી જ ના શકો. તમે તેમને પરત બેસવા દેવા સર્વેની શરત મૂકી શકો નહીં. તમે બધા ફેરિયાઓને પરત મૂકો, પછી સર્વે કરો. AMC પાસે બીજો કોઈ વિકલ્પ નથી. વળી આ વિસ્તાર વ્હિકલ ઝોન છે ત્યારે આજે અરજદારો પણ 844 ફેરિયાઓ માટે બેસવાની જગ્યાની માંગ કરી શકે નહીં, ફૂટપાથ મોટી કરીને રોડ સાંકડા કરી શકાય નહીં. કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે 2017થી ભદ્ર વિસ્તારને વ્હિકલ ઝોન જાહેર કરાયો હોય તો પણ પહેલા સર્વે કરવાનો કોર્પોરેશનનો પ્રસ્તાવ કોર્ટને સ્વીકાર નથી. પહેલા 586 ફેરિયાઓને ભદ્રમાં બેસવા જગ્યા આપવામાં આવે, પછી કોર્પોરેશન સર્વે કરે. અરજદારો પણ ઓથોરિટીને સહયોગ આપે. આમ છતાં બંને પક્ષો પોતાની વાત ઉપર અડગ રહેતા હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટ ફાઇલ જોઈને જાતે નિર્ણય કરશે. અરજદારો વર્તમાનમાં ભૂતકાળ ઇચ્છે છે, જેમાં તેઓ પોતાનું ભવિષ્ય બગાડી શકે છે. કોર્ટ ટ્રાફિક સમસ્યા અવગણીને ઓથોરિટીને કાર્ય કરવા પણ કહી શકે નહીં કે કાયદા વિરુદ્ધના કાર્યની મંજૂરી આપી શકે નહીં. AMCએ 586 ફેરિયાઓને પરત ભદ્ર વિસ્તારમાં મૂકી સર્વે કરવો જોઈએ. હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના ને વેન્ડર્સ એક્ટની જોગવાઇનો ભંગ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દલીલોના અંતે એવી વેધક ટકોર કરી હતી કે, કોઇ પણ રિ-સરવે કે ફ્રેશ પ્રક્રિયા વિના માત્ર ભદ્રમાં ખૂબ ટ્રાફિક થઇ ગયો હોવાની દલીલ કરીને ભદ્ર ખાતેથી વેન્ડર્સને હટાવવાનું કોર્પોરેશનનું કૃત્ય 2019માં હાઇકોર્ટે કરેલા આદેશની અવમાનના સમાન છે અને વેન્ડર્સ એક્ટની કલમ-21ની જોગવાઇનો પણ ભંગ કરે છે. AMC વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો અરજીનો નિકાલ થશે હાઇકોર્ટ આ બાબતે અત્યંત સ્પષ્ટ છે અને હવે કોર્પોરેશનનો શું પ્રસ્તાવ છે અને હાઇકોર્ટના અગાઉના આદેશનો અમલ કઇ રીતે કરશો એ કોર્ટને જણાવો. જો કોર્પોરેશન વેન્ડર્સને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિલોકેટ કરશે તો જ અરજીનો નિકાલ થશે. અન્યથા ફરી કોર્ટ સ્પષ્ટ કરે છે કે AMCનું આ કૃત્ય કોર્ટના આદેશની અવમાનના સમાન અને કાયદાનો સદંતર ભંગ છે. 'AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે' હાઇકોર્ટે ભદ્ર પાથરણાવાળાઓના કેસની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણ અને કૃત્યની મૌખિક રીતે ભારે ટીકા કરી હતી. કોર્ટે એવી વેધક ટકોર કરી હતી કે કાયદાકીય જોગવાઇઓ મુજબ નિર્વિવાદ છે કે આ જગ્યા 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરાઇ નથી. ઉલટાનું આ જોગવાઇઓ ટાઉન વેન્ડિંગ કમિટીને સત્તા આપે છે કે તેઓ દર 5 વર્ષે રિ-સરવે કરી શકે. એકવાર શરૂઆતમાં કોર્પોરેશન બધાને જગ્યાની ફાળવણી વગેરે કરી લે એના પછી દર પાંચ વર્ષે તમારે સ્ટ્રીટ વેન્ડર્સને પ્રમોટ કરવા પડે. કોર્પોરેશન હસ્તક આ સત્તા આવે છે. એ ટાઉન વેન્ડિંગ કમિટીની ભલામણ અને પ્લાનિંગ ઓથોરિટી સાથે પરામર્શ બાદ રિ-સરવે કરી શકે છે. પરંતુ AMCએ 2019 પછી રિ-સરવે નહીં કરીને કાયદાનો ભંગ કર્યો છે અને હાઇકોર્ટ સમક્ષ આપેલી ખાતરી અને એના આધારે થયેલા આદેશનો પણ ભંગ કરીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે. 'કોર્ટે આદેશ કર્યા હતા, પછી પણ તમે રિ-સરવે કર્યો નથી' હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, હવે કોર્પોરેશન આ મામલે યુટર્ન લઇ શકે નહીં. આઇડેન્ટિફાઇ કરાયેલા હોય તેવા વેન્ડર્સ સિવાય કોઇને પણ તમે દૂર કરી શકો, હટાવી શકો. તમે 844 વેન્ડર્સને આઇડેન્ટિફાઇ કર્યા હોવાનું સોગંદનામું કર્યું છે, ત્યારે કોર્પોરેશન તરીકે તમારી ફરજ છે કે કાયદાની જોગવાઇ મુજબ તમે પ્લાન બનાવો. કોર્ટ કોર્પોરેશનને રિ-સરવે કરવાથી અટકાવતા નથી, એ AMCની સત્તાનો વિષય છે. પરંતુ તમે જે સરવે કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને કોર્ટે આદેશ કર્યા હતા. પણ પછી તમે રિ-સરવે કર્યો નથી. પરંતુ જે તે સમયે તમે જે વેન્ડર્સનું આઇડેન્ટિફિકેશન કર્યું હતું અને સર્ટિફિકેટ આપ્યા હતા એમના રિ આઇડેન્ટિફિકેશનનો હવે કોઇ પ્રશ્ન જ થતો નથી. 'કોના આદેશથી 2025માં ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા' હાઇકોર્ટે ટકોર કરી હતી કે, 2019 પછીના કિસ્સામાં તમારી માટે તમામ દરવાજા ખૂલ્લાં છે. પરંતુ જ્યારે તમે વેન્ડર્સને રિલોકેટ કરશો ત્યારે જ આ રિટનો નિકાલ કરવામાં આવશે. અન્યથા તમારું કૃત્ય કોર્ટની અવમાનના જ નહીં કાયદાની જોગવાઇઓથી વિપરીત પણ ગણાશે. જો તમે સકારાત્મક પ્રસ્તાવ સાથે સામે નહીં આવો તો કોર્ટને જણાવજો કે કોના આદેશથી 2025માં તેમને ભદ્ર ખાતેથી હટાવવામાં આવ્યા હતા. '844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ?' હાઇકોર્ટે આજની સુનવણીમાં AMCને સવાલો કર્યા હતા કે, વેન્ડર્સ એક્ટની કલમ-21માં રિ-સરવેની વ્યાખ્યા કરાઇ છે અને તમે રિ-સરવે કર્યો જ નથી, ત્યારે તમને કાયદાના આ મુદ્દે કોઇ દલીલ કરી શકે નહીં. રિ-સરવે વિના આઇન્ડન્ટિફાઇ કરેલાં 844 વેન્ડર્સને જગ્યા નહીં આપવાની દલીલ કઇ રીતે કરી શકો ? મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કે તેના અધિકારીઓ કોર્ટ સમક્ષ કેઝ્યુઅલ સ્ટેટમેન્ટ્સ આપી શકે નહીં. 844 વેન્ડર્સને તમે આઇડેન્ટિફાઇ કર્યા બાદ કોઇ રિસરવે કે ફ્રેશ પ્રોસેસ વિના 2025માં ભદ્રથી કેમ ખસેડ્યા ? 'તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી' ભદ્ર ખાતે હવે પરિસ્થિતિ બદલાઇ હોવાની કોર્પોરેશનની દલીલને હાઇકોર્ટે ધરાર ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું અને ટકોર કરી હતી કે AMC એ વર્ષ 2025માં વેન્ડર્સને હટાવ્યા છે. હવે AMC કહે છે કે ભદ્ર વિસ્તારની પરિસ્થિતિ બદલાઇ છે. પરંતુ AMC ના કેસ એવો નથી કે વર્ષ 2019થી વેન્ડર્સ અહીં કામ નથી કરી રહ્યા. AMC ના પ્લાનમાં કહ્યું હતું કે 844 વેન્ડર્સને અહીં જગ્યા ફાળવાશે. વેન્ડર્સે જે તે સમયે તમને સહકાર આપ્યો હતો. ત્યારબાદ તેઓ કામ કરી રહ્યા હતા. પરંતુ તમે એ પછી કોઇ રિ-સરવે કર્યો નથી અને તેમને દૂર કર્યા છે. જો આ વાસ્તવિક સ્થિતિ હોય તો તમે વેન્ડર્સને એક મિટર દૂર પણ હટાવી શકો નહી. આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે- હાઈકોર્ટ AMC તરફથી દલીલ થઈ હતી કે, જો ભદ્ર વિસ્તારમાં આજની તારીખે 844 વેન્ડર્સને જગ્યા આપીશું તો આખોય વિસ્તાર થંભી જશે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ દલીલ કોર્પોરેશનને કન્ટેમ્પ્ટમાં નાંખી શકે છે. પરિસ્થિતિ બદલાઇ ગઇ હોઇ શકે, પરંતુ આ દલીલ કોઇ સરવે વિના કઇ રીતે કોર્ટ માની શકે. AMC કોઇને પણ રિ સરવે અને ફ્રેશ સરવે વિના ટચ કરી શકો નહીં. જો 844 વેન્ડર્સને જગ્યા ફાળવશો તો ટ્રાફિકની વિકરાળ સમસ્યા સર્જાશે, જો આ જ તમારો કેસ હોય તો ફ્રેશ પ્લાન બનાવો, રિસરવે કરો અને તેમને રિલોકેટ કરવા અંગે નિર્ણય લો. જોકે હાઇકોર્ટને તમે જે જગ્યા દર્શાવી છે, ત્યાં અમે બધાને નહીં, પરંતુ 844 વેન્ડર્સને પરત લાવો અને જો તમે આ મામલે ગંભીર હોય તો રિ સરવે કરો. પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો- હાઈકોર્ટ હાઇકોર્ટે કોર્પોરેશનને તાકીદ કરી હતી કે આ પરિસ્થિતિ ગંભીર છે અને હવે તમારો શું પ્રસ્તાવ છે એ અમને બતાવો. ત્યારે કોર્પોરેશને ચાર-પાંચ દિવસની મહેલત આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન શક્ય હોય તો વેન્ડર્સને કઇ રીતે રિલોકેટ કરી શકે એની ચકાસણી કરવા સમય આપો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે જો તમે શક્યતા ચકાસી રહ્યા હોવ તો તમે કોર્ટ સ્પષ્ટ કરી રહી છે કે તમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં આવી શકો.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં લાંચિયો ઓડિટર રંગે હાથ ઝડપાયો:દૂધ મંડળીના રિપોર્ટમાં 'ક્લીન ચિટ'ના બદલામાં 15,000ની લાંચ માંગી, એસીબીની ટીમે ત્રાટકીને ઘટના સ્થળ પર જ બંનેને દબોચ્યા
    Next Article
    સ્વચ્છતાના રેન્કિંગમાં પ્રથમ સુરતમાં ડેન્ગ્યુ-મેલેરિયાને ખુલ્લું આમંત્રણ:પાંડેસરા આરોગ્ય કેન્દ્ર સામે જ કચરાનો ઢગલો, કમિશનરના આદેશો કાગળ પર અટકી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment