Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતાના રેન્કિંગમાં પ્રથમ સુરતમાં ડેન્ગ્યુ-મેલેરિયાને ખુલ્લું આમંત્રણ:પાંડેસરા આરોગ્ય કેન્દ્ર સામે જ કચરાનો ઢગલો, કમિશનરના આદેશો કાગળ પર અટકી ગયા

    11 hours ago

    સુરત શહેર દેશભરમાં તેની સ્વચ્છતા અને સુઘડ આયોજન માટે જાણીતું છે. સ્વચ્છ ભારત સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર સુરત મહાનગરપાલિકા જ્યારે સુવિધાઓના દાવા કરે છે ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલું હરીનગર શહેરી આરોગ્ય કેન્દ્ર તંત્રના સ્વચ્છતાઓના આ દાવાઓની પોલ ખોલી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રની સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળ્યો પાંડેસરા એ સુરતનો શ્રમિક અને ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના હરીનગર આરોગ્ય કેન્દ્રમાં રોજ સેંકડો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે આવે છે. પરંતુ આ સેન્ટરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ કચરાનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાઓ સુધી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અહીં ભયંકર દુર્ગંધ ફેલાયેલી રહે છે. કચરાના આ ઢગલા પર રખડતા ઢોર અને કૂતરાઓનો જમાવડો જોવા મળે છે, જે સારવાર માટે આવતા નાના બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે. કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે માત્ર બહાર જ નહીં, પણ આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડની અંદર પણ ગંદકીના સામ્રાજ્યએ પગપેસારો કર્યો છે. પરિસરમાં ખૂણે-ખૂણે પ્લાસ્ટિકની કોથળીઓ અને ધૂળના થર જોવા મળ્યા છે. જે સ્થળે સ્વચ્છતાના સૌથી ઊંચા ધોરણો હોવા જોઈએ, ત્યાં જ આ પ્રકારની બેદરકારી આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા છતી કરે છે. આરોગ્ય કેન્દ્રના દરવાજાની અંદર કૂતરા આંટાફેરા મારી રહ્યા છે ત્યારે દરવાજાની થોડે બહાર આરોગ્ય ક્ષેત્રે વપરાતો દવાનો વેસ્ટેજના કોથળા ભરેલા પણ પડેલા જોવા મળ્યા હતા. રોગચાળાને ખુલ્લું આમંત્રણ આ ગંદકીની વચ્ચે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે હેલ્થ સેન્ટરમાં આવેલી પાણીની ટાંકીનું ઢાંકણ તૂટેલી હાલતમાં છે. પાણી ખુલ્લી ટાંકીમાં પક્ષીઓનો ચરક, ધૂળ અને કચરો પડે છે. વધુમાં, હાલના સમયમાં જ્યારે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયાનો ખતરો વધી રહ્યો છે ત્યારે આવી ખુલ્લી ટાંકી મચ્છરોના બ્રીડિંગ માટે સ્વર્ગ સમાન છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન હાલમાં આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. તેઓ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને અધિકારીઓને કડક સૂચનાઓ આપી રહ્યા છે પરંતુ, પાંડેસરાનું આ દ્રશ્ય સૂચવે છે કે કમિશનરના આદેશો ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતા પહેલા જ ક્યાંક અટકી જાય છે. જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ ચમકી રહ્યા છે ત્યારે ગરીબ અને શ્રમિક વિસ્તારોના આરોગ્ય કેન્દ્રની કેમ ખરાબ હાલત?
    Click here to Read More
    Previous Article
    'પાથરણાંવાળાને 21 માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં પુનઃસ્થાપિત કરો':'ભદ્રમાંથી AMC હટાવી શકશે નહીં', સર્વે વગર 'નો વેડિંગ' ઝોન જાહેર કરી શકાય નહીં', હાઇકોર્ટનો ચુકાદો
    Next Article
    પાટણના યુવકના હત્યારા બીજા દિવસે ય પોલીસ પહોંચથી દૂર:ધારપુર સિવિલમાં લોકોના ટોળા ઉમટ્યાં; ધરપકડની બાંયધરી બાદ લાશ સ્વીકારાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment