Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના 21 વર્ષીય મિલિંદ ત્રિવેદીએ વકીલો માટે AI પ્લેટફોર્મ બનાવ્યું:પિતાને રાત્રે રિસર્ચ કરતા જોઈને આવ્યો વિચાર, LawBot Expressથી સમય બચશે

    8 hours ago

    પાટણના 21 વર્ષીય મિલિંદ ત્રિવેદીએ 17 મહિનાની મહેનત પછી વકીલો માટે 'LawBot Express' નામનું AI આધારિત લીગલ રિસર્ચ પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમને આ ટેક્નોલોજી બનાવવાનો વિચાર પોતાના પિતા દર્શક ત્રિવેદીને મોડી રાત સુધી કેસના ચુકાદાઓ અને કાયદાકીય મુદ્દાઓનું રિસર્ચ કરતા જોઈને આવ્યો હતો. ઇન્ટિગ્રેટેડ લોનો અભ્યાસ કરતા મિલિંદે તાલુકા અને જિલ્લા સ્તરના વકીલોની રિસર્ચ સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી આ સોફ્ટવેર તૈયાર કર્યું છે. LawBot Express પ્લેટફોર્મમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, દેશની તમામ 25 હાઈકોર્ટ તેમજ અલગ અલગ ટ્રિબ્યુનલ અને જ્યુડિશિયલ ફોરમ્સના ચુકાદાઓનો સમાવેશ થાય છે. આ સોફ્ટવેર દ્વારા વકીલો પોતાના કેસની હકીકત કે લીગલ ઇશ્યૂ દાખલ કરીને સંબંધિત ચુકાદાઓ, કાયદાની કલમો, રિસર્ચ ડિરેક્શન તેમજ પિટિશન, એપ્લિકેશન અને રિપ્લાય માટેનું પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર કરી શકે છે. સામાન્ય AIમાં જોવા મળતી ખોટી કે કાલ્પનિક વિગતો (Hallucinated Citations) રોકવા માટે આ પ્લેટફોર્મમાં ચકાસી શકાય તેવી કાનૂની માહિતી (Verifiable Authorities) પર ખાસ ધ્યાન અપાયું છે. આ પ્લેટફોર્મ સિવિલ, ક્રિમિનલ, ફેમિલી, કન્ઝ્યુમર, GST, કોમર્શિયલ લો જેવા તમામ ક્ષેત્રોમાં ઉપયોગી છે. નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) કાયદાઓના સંદર્ભમાં પણ તે ઝડપી રિસર્ચ આપે છે. આ પ્લેટફોર્મ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અસીમ પંડ્યા અને સિનિયર એડવોકેટ સુનીલ શાહ સહિતના વકીલોએ આ પ્રયાસને વખાણ્યો છે. તાલુકા અને જિલ્લા સ્તરના વકીલો તેમજ વિદ્યાર્થીઓ સુધી ટેક્નોલોજી પહોંચે તે માટે દરરોજ 2 લીગલ રિસર્ચ ક્વેરી નિઃશુલ્ક વાપરવાની સુવિધા અપાઈ છે. આ સોફ્ટવેરનો મુખ્ય હેતુ વકીલનું સ્થાન લેવાનો નથી, પરંતુ વકીલ માટે એક કાર્યક્ષમ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે મદદરૂપ થવાનો છે.
    Click here to Read More
    Previous Article
    અડધું ગુજરાત વરસાદ વિહોણું, ખેડૂતો પર સંકટ:કૃષિ પાકને 45થી 55 હજાર કરોડના નુકસાનનો કોંગ્રેસનો દાવો, સહાય આપવા માગ
    Next Article
    સાબરકાંઠા જિલ્લામાં 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિનની ઉજવણી:વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સાક્ષરતા અંગે જનજાગૃતિ ફેલાવતી પ્રવૃત્તિઓ યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment